વધુ એક શિકાર: ટંકારામાં રહેતા કારખાનેદાર સાથે શેરબજારના નામે 84.80 લાખની ઠગાઈ મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા પૂર્વ 22 ગામના ખેડૂતો સાથે કાર્યક્રમ યોજાયો ટંકારા પાસે છ સવારી બાઇકને કારે ઉડાવતા બાળકનું મોત યુપીના જૉનપુરથી ૧૨ જ્યોતિર્લિંગો અને ચારધામની પદયાત્રાએ નીકળેલ યુવતી મોરબી જીલ્લામાં પહોચી મોરબીના લક્ષ્મીનગર ગામેથી કોલેજીયન યુવતી ગુમ : ફરિયાદ મોરબીમાં વિહિપ દ્વારા જુદીજુદી ગરબીઓની 200 જેટલી કન્યાઓનું પૂજન કરીને લ્હાણી અપાઈ માળીયા (મી): દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બાળાઓને લ્હાણીનું વિતરણ મોરબી જિલ્લાના 2 તાલુકામાં પ્રોમોલગેશનમાં રહી ગયેલ ક્ષતિઓને સુધારવા માટે યોજાશે ખાસ કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામેથી કોલેજીયન યુવતી ગુમ : ફરિયાદ


SHARE







મોરબીના લક્ષ્મીનગર ગામેથી કોલેજીયન યુવતી ગુમ : ફરિયાદ

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામેથી કોલેજીયન યુવતી ગુમ થઈ ગયેલ હોય પોલીસને જાણ કરાયેલ છે. હાલમાં પાટણના મુંદડા ગામે રહેતા ચેતનભાઈ કાનજીભાઈ પટેલે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓની દીકરી માહીબેન ચેતનભાઈ પટેલ (19) મુળ રહે. મુંદડા તા.જી. પાટણ હાલ રહે. આર્યવત કોલેજ લક્ષ્મીનગર તા.6-10 ના રોજથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે.તાલુકા પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરેલ છે. જેની તપાસ ફિરોઝભાઈ સુમરા ચલાવી રહ્યા છે. જયારે બરવાળા ગામે ઘરે ફીનાઈલ પી ગયેલા શારદાબેન રણજીતભાઈ ડાભી (33) ને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારી
 મોરબી પંચાસર રોડ ગીતા મીલ ખાતે કામ દરમ્યાન ઝઘડો થતા સામાવાળાએ પથ્થર અને ઢીકાપાટુ વડે માર મારતા ઈજાગ્રસ્ત થયેલા જયેશ જયંતીભાઈ અગ્રાવત (26) રહે. વાવડી રોડને સારવારમાં ખસેડાયો હતો. જયારે લાયન્સનગરમાં રહેતા પ્રવિણાબેન ગણપતભાઈ પરમાર (30)એ રાત્રે 11 વાગ્યે તેમના ઘરે ગળેફાંસો ખાવા પ્રયાસ કરતા પ્રવિણાબેનને અત્રેની સિવિલે સારવારમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા બી ડીવીઝનના મુકેશભાઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

દવા પી લેતા
 જીકીયારી ગામે નંદાભાઈની વાડીએ કોઈ કારણોસર દવા પી જતા મીનાબેન પરેશભાઈ નાયક (19) અને પીન્ટુ બેલનજીભાઈ નાયક (23)ને સારવારમાં ખસેડાયા હતા. જયારે ઉમીયા સર્કલ કૈલાસપાન પાસે પાંચેક લોકોએ માર મારતા ઈજા પામેલા મગનભાઈ પ્રભુભાઈ પરમાર (43)ને સારવારમાં ખસેડાયા હતા. જેલ ચોક પાસે મકરાણીવાસમાં રહેતો આદીલ સાહિલભાઈ મદાર (20) નામનો યુવાન કોઈ કારણોસર ફીનાઈલ પી ગયો હોય સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. તેમ પોલીસે જણાવેલ છે.

યુવાન સારવારમાં
 રોહિદાસપરામાં રહેતા હિંમતલાલ રમેશભાઈ સોલંકી (36)ને ઘરે સગા ભાઈએ માર માર્યો હોય સારવાર માટે સિવિલે લેવામાં આવ્યો હતો. સામાકાંઠે વાંકાનેર હાઈવે શકિત ચેમ્બર પાસે અજાણી મહિલા રોડ ક્રોસ કરતી હતી ત્યારે ડબલ સવારી બાળક તેણીની સાથે અથડાયેલ હોય બાઈકમાં સવાર દિપક રાજેશભાઈ ખાંભલીયા (4)અને રાજેશભાઈ શંકરભાઈ ખાંભલીયા (32) રહે. મોટા ભેલા તા.માળીયાને ઈજાઓ થયેલ હોય 108 વડે સીવીલે લાવવામાં આવ્યા હતા. હળવદના ખેતરડી ગામે વાડી વિસ્તારમાં વિજપોલ ઉપરથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા હિતેષભાઈ પાલજીભાઈ રાઠોડ (34) રહે. કડીયાણા મોરબીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો




Latest News