યુપીના જૉનપુરથી ૧૨ જ્યોતિર્લિંગો અને ચારધામની પદયાત્રાએ નીકળેલ યુવતી મોરબી જીલ્લામાં પહોચી
SHARE
યુપીના જૉનપુરથી ૧૨ જ્યોતિર્લિંગો અને ચારધામની પદયાત્રાએ નીકળેલ યુવતી મોરબી જીલ્લામાં પહોચી
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ ઉક્તિને સાર્થક કરતાં ઉત્તર પ્રદેશના આઝમગઢથી ૩૪ વર્ષીય યુવતી નીકળી છે જેને અત્યાર સુધીમાં ૨૮ રાજ્યોમાં ૧૨ જ્યોતિર્લિંગો અને ચારધામની પદયાત્રા કરવાની છે.
ઉત્તર પ્રદેશના જોનપુરીની ૩૪ વર્ષની તારાસિંહ નામની મહિલા પાર્સલ ડિલિવરીનું કામ મુંબઈમાં કરી રહી હતી અને તેને વિચાર આવ્યો હતો કે, સારું એવું કમાવું છું છતાં મનને સમાધાન અને શાંતિનો અહેસાસ કેમ થતો નથી આ શાંતિનો ખરો આનંદ લેવાના વિચારે તેને તા. ૨૭/૩/૨૦૨૬ ના રોજ પદયાત્રા કરવાનો નિર્ધાર કર્યો હતો અને જૉનપુર (યુ.પી.)થી પદયાત્રા શરૂ કરી હતી. અત્યાર સુધીની યાત્રામાં ૪ રાજ્યો ફરીને આશરે ૫૦૦૦ જેટલું અંતર કાપી લીધું છે. અને છેલ્લે રાજસ્થાનથી નીકળીને હાલમાં તેઓ મોરબીના પીપળીયા ચાર રસ્તા સુધી પહોંચી ગયા છે અને હાલમાં તેઓએ નાગેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કરવા માટે જઇ રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, આ યાત્રામાં અત્યાર સુધીમાં લગભગ ૬ મહિના જેટલો સમય લાગ્યો છે. અને અંદાજે ૩ વર્ષ સુધી ચાલીને આ યાત્રાનો સંકલ્પ સિદ્ધ કરશે. જેના ઇરાદા મક્કમ હોય તેને વરસાદ કે તાપ નડતો નથી. હાલમાં તારાસિંહ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જઇ રહ્યા છે અને આગામી દિવસોમાં તેઓ સોમનાથ મહાદેવ મંદિરે પહોશે પછી મધ્યપ્રદેશ જવા માટે રવાન થશે. અંતમાં તેઓએ જણાવ્યુ હતું કે, આ યાત્રા દરમ્યાન તેઓને બધેથી લોકોનો પ્રેમ મળ્યો છે જો કે, ગુજરાતમાં તેઓને જેવો આવકાર, પ્રેમ, લાગણી અને હુંફ મળી છે તેવી હૂંફ તેઓને ક્યાંય મળી નથી.