મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત


SHARE









મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત

મોરબીના બેલા રંગપર ગામ વચ્ચે આવેલ સિરામિક કારખાનામાં દળેલી માટીના પાવડરનો ઢગલો કરવામાં આવ્યો હતો તે ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા રંગપર ગામની સીમમાં આવેલ લેપવીંગ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા મનોજભાઈ ગરવાલની નવ વર્ષની દીકરી મુસ્કાન લેબર કોલોની પાસે દળેલી માટીના પાવડરનો ઢગલો હતો તે ઢગલામાં રમતા રમતા અકસ્માતે પડી ગઈ હતી અને ત્યાં ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધ સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપરથી કિશનભાઇ (60) નામના વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપ નજીક કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં
ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા જયાબેન આલાભાઇ ચાવડા નામના મહિલા કોઈ કારણોસર ઘરે હતા ત્યારે ત્યાં ફિનાઇલ પી લેતા તેઓને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના ઢુવા ગામે રહેતા અજયભાઈ વિનુભાઈ ડુમાણીયા (20) અને હર્ષદભાઈ હકાભાઇ (20) નામના બે યુવાનો માળીયા હાઇવે રોડ ઉપર માળીયા નજીકથી બાઈક લઈને જતા હતા ત્યારે કોઈ અજાણી સાયકલ સાથે બાઇક અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News