મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE









મોરબીના મકનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ મકનસર ગામ પાસે ડિવાઇડરની કટમાંથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે પાછળથી બોલેરો ગાડીના ચાલકે બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો. આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને ઇજાઓ થઈ હોવાથી  ઇજાગ્રસ્ત બંને યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના મકનસર ગામે ધર્મ મંગળ સોસાયટીમાં રહેતા રામુભાઈ સુરેન્દ્રનગર શર્મા (23)એ બોલેરો ગાડી નંબર જીજે 36 વી 5832 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીનું બાઈક નંબર યુપી 75 એવી 0329 સાહેદ નિખિલસિંગ મહેન્દ્રસિંગ ચલાવતો હતો અને ફરિયાદી પાછળના ભાગે બેઠો હતો દરમિયાન મકનસર ગામ પાસે આવેલ ડિવાઈડરની કટ નજીક બોલેરો ગાડીના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદી તથા સાહેદના ડબલ સવારી બાઇકને પાછળથી બોલેરોના ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં ફરિયાદીને જમણા પગમાં ફેક્ચર તથા સાહેદને માથાના ભાગે ગંભીર ઇજા અને પગમાં ફ્રેક્ચર થયું છે જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News