વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના અદેપર નજીક બે ભાઇઓ ઉપર હુમલો : એકને રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના અદેપર નજીક બે ભાઇઓ  ઉપર હુમલો : એકને રાજકોટ ખસેડાયો,લુણસર ગામે યુવાનનો આપઘાતનો પ્રયાસ: ટીંબડીના પાટીયા પાસે મારામારી

મોરબીના આદેપર ગામેથી વાંકાનેરના પંચાસીયા ગામ તરફ જતાં રસ્તે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં રાહુલ સવજીભાઇ પીપળીયા (ઉ.વ. 20) અને રાજેશ સવજીભાઇ પીપળીયા (ઉ.વ. 25, રહે. બંને માધાપર પાસે આવેલ વેરીસ ઓટોપેક લી.) પાસે દસેક લોકોએ પત્થર-પાઇપ વડે હુમલો કર્યો હતો જેથી રાહુલ અને રાજેશને માથાના ભાગે ગંભીર ઇજાઓ જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

ગળેફાંસો 
વાંકાનેરના લુણસર ગામે રહેતા સાવન ભવાનભાઇ કડીવાર (22) નામના યુવાને ઘરે ગળેફાંસો ખાવા પ્રયાસ કરતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો. એ-ડીવીઝન પોલીસ મથકના બી.આર. ખટાણાએ પ્રાથમિક તપાસ કરી વધુ તપાસ અર્થે વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરી હતી. જ્યારે જલ્પાબેન કેતનભાઇ લવા (ઉ.વ. 42, રહે. જામનગર)ને અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા.

બાળકી સારવારમાં
હળવદના રણજીતગઢ ગામે વાડી વિસ્તારમાં રહી મજુરીકામ કરતા પરિવારની રશ્મીબેન વનતરીયાભાઇ વાસ્કેલા નામની પાંચ વર્ષની બાળકીને જંતુ કરડી જતાં સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવી હતી તેમજ હળવદના જ નવા દેવળીયા ગામે ખેતરમાં રહી કામ કરતા પ્રકાશ જયંતિભાઇ નાયકા નામના 35 વર્ષના યુવાનને સાપ કરડી જતાં વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત
પોરબંદર કેનાલ પાછળના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા દાનાભાઇ ખોડાભાઇ બરા (ઉ.વ. 72) ઘરેથી ચોપાટી બાજુ સાયકલ લઇને જઇ રહ્યા હતા ત્યારે ત્યાં આવેલી ભારતી વિદ્યાલય પાસે અજાણ્યા સ્કુટી ચાલકે હડફેટે લેતા વધુ સારવાર અર્થે મોરબીની આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા. જ્યારે મકનસર (મોરબી) ખાતે રહેતા રજાક મહોમદ ભટ્ટી નામના 31 વર્ષના યુવાનને ત્યાં આવેલ પોલીસ હેડ ક્વાર્ટર નજીક વાહન અકસ્માતે ઇજા થતાં સિવિલે લાવવામાં આવ્યો હતો.

મારામારી
માળીયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે થયેલ મારામારીમાં ત્રણેક લોકોએ માર મારતા પરમસિંહ ઝાલમસિંહ અજનાર (ઉ.વ. 26)ને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યારે ડેલ્ટા સિરામીક લેબર કવાટરમાં રહેતા રીન્કીબેન રામાશ્રયભાઇ ગૌતમ (ઉ.વ. 34)ને ઝેરી જનાવર કરડી જતાં સારવાર માટે મોરબી લવાયા હતા. તેમજ ચરાડવા (હળવદ) ખેતલા આપા હોટલ પાસે રહેતા મંગાભાઇ નાનજીભાઇ વાઘેલા નામના યુવાનને વાહન લઇને જતા સમયે હળવદ ખાતે કારવાળાએ હડફેટે લેતા ઇજા પામેલ આયુષ હોસ્પીટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો




Latest News