મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​ 


SHARE











મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ 

મોરબીના બાપાસીતારામ ચોક પાસે આવેલ શ્રીરામ સોસાયટી ખાતે રહેતી શિક્ષિકાને સંતાનમાં ત્રણ દીકરી છે અને દીકરો ન હોવાથી તેને પતિ, સાસુ, સસરા, જેઠ અને નણંદ દ્વારા અવારનવાર મેણાં ટોણા મારીને તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી શિક્ષિકાએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ ૫ લોકોની  સામે ફરિયાદ નોંધાવેલ છે

મોરબીના બાપાસીતારામ ચોક પાસે આવેલ શ્રીરામ સોસાયટીમાં રહેતા પૂનમબેન બ્રિજેશભાથી ગોસ્વામી (43)એ હાલમાં તેના પતિ બ્રિજેશભાથી કિશોરભાથી ગોસ્વામી, સાસુ હંસાબેન કિશોરભાથી ગોસ્વામી, સસરા કિશોરભાથી લાલભાથી ગોસ્વામી, જેઠ ધર્મેશભાથી કિશોરભાથી ગોસ્વામી તથા નણંદ નિરાલીબેન રિતેશપરી ગોસ્વામી રહે બધા શ્રીરામ સોસાયટી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, લગ્નજીવન દરમિયાન પતિ સાસુ, સસરા, જેઠ અને નણંદ દ્વારા અવારનવાર ઘર કામ બાબતે તેમજ તેને સંતાનમાં ત્રણ દીકરીઓ છે અને દીકરો નથી તે બાબતે અવારનવાર મેણાં ટોણાં મારીને શારીરિક માનસિક દુઃખ આપવામાં આવતું હતું જેથી શિક્ષિકાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News