મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર


SHARE







પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ મફતીયાપરમાં થોડા સમય પહેલા જ રહેવા માટે આવેલ મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી યુવાન ઉપર તેના સગા કાકા સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ફાયરિંગ કરીને તીક્ષ્ણ હથિયારના ઘા મરવામાં આવ્યા હતા જેથી કરીને ગંભીર રીતે ઇજા પામેલા યુવાનનું મોત નીપજ્યું હતું અને હત્યાના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી અને હાલમાં મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરા વિસ્તારમાં બે થી ચાર દિવસ પહેલા જ રહેવા માટે થઈને આવેલ હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટી (35) નામના યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેના ઉપર ફાયરિંગ કરીને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા જેથી ગંભીર રીતે ઈજા પામેલ યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે હત્યાના બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં મૃતક હનીફ ભટ્ટીના ભાઈ રમજાનભાઈ ભટ્ટી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે તેઓ હાલમાં સુરેન્દ્રનગર ખાતે રહે છે અને તેનો ભાઈ બેથી ચાર દિવસ પહેલા જ મોરબી ખાતે રહેવા માટે આવ્યો હતો દરમિયાન રાત્રિના સમયે તેઓના કાકા ફારુકભાઈ અલારખાભાઈ ભટ્ટી, રિયાઝ ફારુકભાઈ ભટ્ટી, સમીર જાકીરભાઈ સૈયદ અને નઝિમ મુન્નાભાઈ દિવાન નામના ચાર વ્યક્તિઓ દ્વારા હનીફભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમજ તીક્ષ્ણ હથિયાર વડે શરીર ઉપર ઘા ઝીકવામાં આવ્યા હતા. જેથી ગંભીર રીતે ઈજા પામેલ હાનીફભાઈ ભટ્ટીનું મોત નિપજ્યું છે. 

વધુમાં મૃતક યુવાનના ભાઈએ જણાવ્યું હતું કે હનીફભાઈને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો આમ ચાર સંતાનો છે અને તેઓના પત્ની હાલમાં સગર્ભા છે આ બનાવ બનવા પાછળનું કારણ રમજાનભાઈના કહેવા મુજબ તેઓના કાકા ફારુકભાઈ અલારખાભાઈ ભટ્ટીને મૃતક હનીફભાઈ ભટ્ટી પોલીસને બાતમી આપતો હોવાની શંકા હતી જેથી તેના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હનીફભાઈ ઉપર  ફાયરિંગ કરવામાં આવ્યું હોવાથી ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું છે. જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટે બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.






Latest News