મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાશે સન્માન
અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત
SHARE
અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત
મોરબીના ચાચાપર ગામ પાસે આવેલ કારખાનાની લેબર કોલોનીમાં સીડી ઉપરથી નીચે પડી જવાના કારણે માથામાં ગંભીર ઇજા પામેલા યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે મોરબીના ભડીયાદ ગામ નજીક નળિયાના કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત નીપજયું હતું આ બંને બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સેન્ટાગોન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતો રાજેશભાઈ રામેશ્વરભાઇ યાદવ (૩૬) મૂળ રહે.યુપી નામનો યુવાન મોરબીના ચાંચાપર ગામ પાસે આવેલ એકપુરા પોલિપેક કારખાનાની લેબર કોલોનીમાં હતો ત્યારે ત્યાં લેબર કોલોનીની સીડી ઉપરથી કોઈપણ કારણોસર પડી જવાના કારણે તેને માથામાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ભડીયાદ નજીક આવેલ નળીયાના કારખાનામાં કામ કરતા સમયે ભડીયાદ ગામે રહેતા રાજુભાઈ મનુભાઈ સીધાદીયા (35) નામનો યુવાન ઊંચાઈ ઉપરથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેની તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.