માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાશે સન્માન


SHARE











મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાશે સન્માન

મોરબી જીલ્લામાં વસતા રાજપૂત (ક્ષત્રીય) પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓને દરવર્ષે સન્માનીત કરવામાં આવે છે તેવી જ રીતે જુલાઈ માસના છેલ્લા રવિવાર એટલે કે આગામી તા ૨૬/૭ ના રોજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લામાં રહેતા તમામ રાજપૂત પરિવારોના ધો. ૫ થી કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓએ તેઓના માર્કશીટ આપવાના છે અને ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં સૌથી વધુ માર્કસ મેળવનાર એટલે કે પ્રથમ ક્રમાંક મેળવનાર દરેક વિદ્યાર્થીઓનું રાજપૂત સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે. આ સરસ્વતી સન્માન સમારોહ માટે તમામ વાલીઓએ પોતાના બાળકોના માર્કશીટની ઝેરોક્ષ તા. ૧૧/૭ ને શનિવાર સુધીમાં હરદેવસિંહ જાડેજા (એડવોકેટ, મો.૯૮૨૫૧ ૯૫૯૬૧ ગુજરાત હાઉસીંગ બોર્ડ, મોરબી-૨), મહાવીરસિંહ જાડેજા (એડવોકેટ, મો.૯૨૭૬૦ ૯૯૯૯૯, તલાશ એન્ટરપ્રાઈઝ, કડીયા બોર્ડીંગ પાસે, મોરબી-૨), મહાવીરસિંહ જગતસિંહ જાડેજા (મો.૯૮૨૫૦ ૨૦૨૪૯, શક્તિ કોર્પોરેશન, બોયઝ હાઈસ્કુલ પાસે, વસંત પ્લોટ, મોરબી-૧), જશવંતસિંહ ઝાલા (મો. ૮૦૩૩૧ ૦૦૩૦૩, સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી-૧), રાજભા સોઢા (મો. ૯૮૨૫૬ ૭૩૯૩૬ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી-૧) ખાતે પોતાની સંપૂર્ણ માહિતી પહોચતી કરવાની રહેશે. અને સમય મર્યાદ પછી આવેલ માર્કશીટને ધ્યાને લેવામાં આવશે નહીં તેવું સંસ્થાના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા (અદેપર) તેમજ મહામંત્રી મહાવિરસિંહ એન.જાડેજા (વિરપરડા)એ જણાવ્યુ છે.






Latest News