મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ


SHARE











મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ

 

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ દલવાડી સર્કલ નજીક રહેતા પરિવારની દીકરી ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.જે બાબતે નોંધાયેલ ફરિયાદમાં પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના કંડલા હાઇવે ઉપર આવેલ દલવાડી સર્કલ નજીક રહેતા પરિવારની દીકરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવા અંગે ફરિયાદ નોંધાવવા પામી હતી.જેની તપાસ દરમિયાન એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વાય.બી. જાડેજા તથા સ્ટાફ દ્વારા ગણતરીની કલાકોમાં ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ જીતેશ ઉર્ફે નિતેશ અજીતભાઈ ચાડમિયા દેવીપુજક (૨૦) હાલ રહે.દલવાડી સર્કલ પાસે કેનાલ રોડ મોરબી મૂળ રહે.ખરેડા તા.કોટડા સાંગાણી જી.રાજકોટની ધરપકડ કરી હતી.અને તેને કોર્ટમાં રજૂ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા હાઇવે ઉપર માળિયા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે ટ્રક અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા સેતાનભાઈ નવરસિંગ રબારી (૨૫) રહે.ચિત્તોડગઢ રાજસ્થાનને ઈજા થયેલ હોય તેને માળિયા હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે માળિયા મિડયાણા હાઇવે પીપળીયા ચોકડી નજીક રહેતા આકાશ મથુરાપ્રસાદ યાદવ નામના ૨૨ વર્ષના યુવાનને રાત્રિના નવલખી બ્રિજ ખાતે પગના ભાગે સાપ કરડી જતા તેને પણ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ હળવદ તાલુકાના કડીયાણા ગામે સીમ વિસ્તારમાં વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરીવારની સેજલબેન અરવિંદભાઈ તડવી નામની ૨૮ વર્ષીય યુવતી બાટાલીન નામની દવા પી ગયેલ હોવાથી ચરાડવા પીએચસી ખાતે સારવાર માટે લઇ જવામાં આવી હતી અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હોવાનું પોલીસે જણાવે છે.

મારામારીમાં ઈજા

હળવદના મંગળપુર ગામે રહેતા રમેશભાઈ ખીમજીભાઈ નગવાડીયા નામના ૩૮ વર્ષના યુવાનને ખીમાભાઈ સવજીભાઈની વાડીએ મંગળપુર મુકામે મારામારીના બનાવમાં ઈજા થઈ હોય તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ હળવદના મંગળપુર ગામે થયેલ મારામારીના બનવામાં ઈજા પામેલ વિનોદભાઇ ભવાનભાઇ નગવાડીયા (૪૬) નામના યુવાનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે નાડધ્રા ગામે રહેતા મહેન્દ્રભાઈ ચંદુભાઈ ચાવડા નામનો ૩૦ વર્ષનો યુવાન કોઈ કારણોસર ઘાસમાં છાંટવાની દવા પી ગયો હોય તેને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે






Latest News