મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી દારૂની 64 બોટલ સાથે એક શખ્સ પકડયો


SHARE











મોરબીમાં ઘરમાંથી દારૂની 64 બોટલ સાથે એક શખ્સ પકડયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં આવેલ મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 64 બોટલ સાથે એક શખ્સ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીમાં ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર વાળી શેરીમાં રહેતા અજયભાઈ બાબરીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 64 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 12,400 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અજયભાઈ સુખાભાઈ બાબરીયા (25) રહે. ત્રાજપર ખારી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

એક બોટલ દારૂ

મોરબીના સનાળા રોડ ઉપર સરદાર બાગ પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને અજયભાઈ નથુભાઈ સાબાણી (32) રહે. ઇન્દિરાનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે.
 






Latest News