મોરબીના બાયપાસ રોડે થારના ચાલકે અલ્ટોને મારી ટક્કર: ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં
માળીયા (મીં)ના કાજરડા ગામ જવાના રસ્તા ઉપરથી દેશી બંદુક સાથે એક શખ્સ પકડાયો
SHARE
માળીયા (મીં)ના કાજરડા ગામ જવાના રસ્તા ઉપરથી દેશી બંદુક સાથે એક શખ્સ પકડાયો
માળીયા મીંયાણાના કાજરડા ગામ જવાના રસ્તા પરથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દેશી હાથબનાવાટી જામગરી બંદુક મળી આવી હતી જેથી પોલીસે હથિયાર અને બાઇક મળીને 22,500 નો મુદામાલ કબ્જે કરેલ છે અને માળીયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
માળીયા ના પીઆઇના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમા હતા ત્યારે મળેલી હકીકત આધારે પોલીસે કાજરડા ગામ જતા રોડ ઉપર વોચ રાખી હતી ત્યારે દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 20,000 રૂપિયાની કિંમતનું બાઈક નંબર જીજે 36 એજી 3812 અને 2500 રુપિયાનું હથિયાર આમ કુલ મળીને 22,500 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી સમીરભાઇ અબ્બાસભાઇ મોવર રહે. કાજરડા માળીયા વાળાની ધરપકડ કરલે છે. આ કામગીરી કરનાર પીઆઇ આર.એસ. પટેલની સૂચના મુજબ કે.એ.ગાંભવા, સહદેવસીંહ અનીરુધ્ધસીંહ, રાજદિપસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ પરમાર તથા તુષારભાઇ હીરાભાઇએ કરી હતી.
યુવતીના અપહરણના ગુનામાં આરોપી ઝડપાયો
મોરબી તાલુકા વિસ્તારમાંથી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં મોરબી જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે બાતમી આધારે આરોપી નિતિનભાઇ ઉર્ફે નીક ગંગારામભાઇ ૫રમાર (26) રહે. બાદનપર મોરબી વાળાને હસ્તગત કરવામાં આવ્યો હતો અને ભોગ બનેલ યુવતીને પણ મહિલા પોલીસને સાથે રાખીને શોધી કાઢવામાં આવેલ છે હાલમાં પકડાયેલ આરોપી અને ભોગ બનનારને આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવેલ છે.