મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ


SHARE











હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ

કચ્છથી અમદાવાદ તરફ અબોલજીવને કતલખાને લઈ જવાના છે તેવી મોરબી અને હળવદના ગૌરક્ષકોને બાતમી મળી હતી જેથી માળીયા પદે વોચ રાખવામા આવી હતી અને ત્યારે મળેલી બાતમી મુજબની આઇસર ત્યાંથી પસાર થયું હતું જો કે, વાહન ચાલકે તેના વાહનને ભગવી મૂક્યું હતુ જેથી તેનો પીછો કરીને હળવદ પાસે આઇસરને રોકીને ચેક કર્યું હતું ત્યારે તેમાંથી 35 પાડા પાડા મળી આવ્યા હતા જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશને વાહન, અબોલજીવ અને બે શખ્સોને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરિયાદ નોધાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

કચ્છ તરફથી માળીયા થઈને અમદાવાદ બાજુ અબોલજીવને કતલખાને લઈ જવામાં આવે છે તેવી હક્કિત મોરબીના ગૌરક્ષકોને મળી હતી જેથી કરીને તા. 9/5 ને શનિવારે વહેલી સવારે ગૌરક્ષકો દ્વારા હાઇવે ઉપર વોચ રાખવામા આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબનું આઇસર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું જેથી કરીને મોરબી અને હળવદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી, કચ્છ ગૌરક્ષક, ધાંગધ્રા ગૌરક્ષક વિગેરેની ટીમે તે વાહન નંબર જીજે 27 ટીડી 8780 નો માળીયાથી પીછો કર્યો હતો જેથી આઇસરના ચાલકે તેનું વાહન ભાગાવ્યું હતું જો કે, આ અંગેની હળવદ પોલીસ અને ગૌરક્ષકોને જાણ કરી હતી જેથી હળવદની સરા ચોકડી પાસે આઇસર ગાડીને રોકી હતી અને ચેક કરી હતી ત્યારે તેમ ક્રૂરતા પૂર્વક ખીચોખીચ 35 નંગ પાડા ભરેલા હોવાનું સામે આવું હતું જેથી બે શખ્સને પકડીને વાહન અને અબોલજીવ સાથે હળવદ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટેની તજવીજ શરૂ કરી હતી. અને અબોલજીવને મહાજનમા મૂકવામાં આવ્યા હતા.






Latest News