મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો


SHARE











મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા આધેડ પાસે તે વિસ્તારમાં રહેતા શખ્સે પૈસાની માંગણી કરી હતી ત્યારે આધેડે પૈસા આપવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેઓને ગાળો આપી હતી અને ત્યારબાદ છરી વડે હુમલો કરીને ડાબા હાથની કોણી અને ખભાના ભાગે ઇજા કરી હતી દરમિયાન આધેડને છોડાવવા માટે થઈને તેનો ભત્રીજો વચ્ચે પડતા તેના પણ આરોપીએ ગળા, જમણા હાથ અને વાસાના ભાગે છરીના ઘા મારીને ઈજા કરી હતી તેમજ બંને વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતીજેથી ઇજા પામેલા આધેડે સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના મહેન્દ્રપરા શેરી નં. 12 માં રહેતા યુસુફશા કરીમશા શાહમદાર (53)એ હાલમાં આફતાબ ઉર્ફે ભૂરો જુસબભાઈ જુણેજા રહે. ખ્વાજા પેલેસ પાછળ લાતી પ્લોટ શેરી નં. 14 મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના વાવડી રોડ પર આવેલ કપિલા હનુમાન પાસે મહેન્દ્રનગર શેરી નં. 14 નજીક ફરિયાદી હાજર હતા ત્યારે આરોપીએ તેની પાસે આવીને પૈસાની માંગણી કરી હતી જોકે ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદીને ગાળોને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે ફરિયાદીને ડાબા હાથના ખભા અને કોણી પાસે છરીના ઘા માર્યા હતા જેથી ફરિયાદીને બચાવવા માટે તેનો ભત્રીજો વચ્ચે પડતા તેને પણ આરોપીએ છરી વડે ગળા, જમણા હાથના પંજા અને વાસાના ભાગે ઇજા કરી હતી. આટલું નહીં બંને ઈજાગ્રસ્તોને જાનથી મારી નાખવાની આરોપીએ ધમકી પણ આપી હતી જેથી ઇજા પામેલા આધેડે સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News