મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ


SHARE











મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરાઇ

મોરબી મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી માળખાનું સુદ્રઢીકરણ બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે કુલ ૨૧ ફાયર ઓપરેટરની કોન્ટ્રાક્ટ બેઝથી ભરતી કરવામાં આવી છે અને મોરબી મનપાની ફાયર શાખા દ્વારા ૫૯ લોકોને ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

મોરબી મનપાના ફાયર વિભાગ દ્વારા જુદીજુદી  સરકારી કચેરીના કર્મચારીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. અને કોઈપણ સમયે આગ જેવી કોઈ દુર્ઘટના થાય તો પહેલા શું કરવું તેનું માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સમાજવાડી, કોમ્પલેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગના ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી હતી. મોરબી શહેરની સુરક્ષા અને અગ્નિશમન સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ અને વધતા જતા કાર્યભારને ધ્યાનમાં રાખીને કુલ ૨૧ ફાયર ઓપરેટરની ૧૧ માસના કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે અને તમામ નવા ઓપરેટરોને અત્યાધુનિક ફાયર ફાઈટિંગ સાધનો અને બચાવ કામગીરી માટેની ખાસ તાલીમ આપવામાં આવી છે.






Latest News