મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે


SHARE







મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે

મોરબીમાં રજડતા કૂટરોના આતંક વધી ગયો છે અને થોડા દિવસો પહેલા એક જ દિવસમાં 20 થી વધુ લોકોને કૂતરાએ બચકાં ભરી લીધા હતા જેથી હાહાકાર મચી ગયો હતો તેવામાં હવે મોરબી મનપા દ્વારા નંદીઘર પાસે ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં કુતરાઓનું વેક્સિનેશન અને સ્ટેરિલાઈજેસનનું કામ પણ શરૂ કરવામાં આવશે.


મોરબી શહેરમાં રખડતા કૃતરાના ત્રાસને નિયંત્રણમાં લેવા માટે મનપા દ્વારા પંચાસર રોડ પર નંદીઘર પાસે ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સાથે સાથે કુતરાઓનું વેક્સિનેશન અને સ્ટેરિલાઈજેસનનું ટેન્ડર પણ લાઈવ કરવામાં આવેલ છે. અને કુતરાઓના ત્રાસ તેમજ વસ્તીને નિયંત્રણમાં લેવા માટે વેક્સિનેશન અને સ્ટેરિલાઈજેસન ટૂંક સમયમાં કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે મનપા દ્વારા પેટડોગનુ રજીસ્ટ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે અને હાલ સુધીમાં 44 પેટડોગ ઓનરના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેથી અધિકારી દ્વારા મોરબીના લોકોને અપીલ કરીને તેઓના પેટડોગનુ રજીસ્ટ્રેશન કરવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.






Latest News