મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત


SHARE











મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત

મોરબી મહાપાલિકામાં સારા મેયર આપવા માટે મોરબીના જાગૃનાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીના જાગૃનાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીપ્રદેશ ભાજપ પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી પાલીકાને મહાપાલીકાનો દરરજો આપવામાં આવ્યો છે પરંતુ મોરબી શહેરમાં કોઈ વિકાસ થયેલ નથી જેમ કે, મહેન્દ્રનગર ચોકડીનો બ્રીજ, નટરાજ હોટલ પાસેનો બ્રીજના કામ ધણા સમયથી અધુરા પડેલ છે. જેથી પ્રજાને ટ્રાફીક સહિતની મુશ્કેલીનો સામનો કરવો પડે છે આટલું જ નહીં પરંતુ રેલ્વે સુવિધાના નામે મોરબીમાં મીંડુ છે અને કોઈપણ વ્યક્તિને અમદાવાદ કે મુંબઈ જવાનું હોય તો ડેઈલી સુવિધા નથી અને હાલમાં ભુજ થી અમદાવાદ મુંબઈ જવા માટે અસંખ્ય ટ્રેન છે જે વાયા હળવદ થઈને ચાલે છે જો તેને વાયા મોરબીથી ચલાવવામાં આવે તો મોરબીના મુસાફરોને ફાયદો થાય તેમ છે. ત્યારે મોરબી મહાપાલિકાની પહેલી ચૂંટણીમાં યોજાઇ હતી જેમાં તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજેતા બનેલા છે અને આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મોરબીના લોકોની સુખાકારીમાં વધારો થાય અને મોરબીનો વિકાસ થાય તે માટે મોરબીને સારા મેયર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News