મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો


SHARE











મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો

મોરબીના જેતપર રોડ ઉપર એસઓજીની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પાવડિયારી કેનાલ પાસેથી શંકાસ્પદ હાલતમાં બાઇક લઈને એક શખ્સ નીકળ્યો હતો તેને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસે રહેલું બાઇક ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી ચોરાઉ બાઈક સાથે તેને પકડીને પોલીસે મુદામાલ સાથે આરોપીને તાલુકા પોલીસ હવાલે કરેલ છે.

મોરબીના જેતપર રોડ પર એસઓજીની ટિમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે નંબર વગરન ઉ બાઇક લઈને એક શખ્સ પસાર થયો હતો જેને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો. અને તેની પાસે બાઈકના કાગળો ન હતા જેથી ચેસીસ નંબર આધારે પોલીસે ચેક કરતાં તે બાઈકના નંબર જીજે 12 બીસી 9121 હોવાનું સામે આવ્યું હતું અને આ બાઇક ચોરી કરીને મેળવ્યું હતું જેથી પોલીસે ઉસ્માનભાઈ કાસમશા શેખ રહે. પ્રાગપર તાલુકો રાપર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 40 હજારનું બાઇક કબ્જે કર્યું હતું. ઉલેખનીય છે કે, આ આરોપી અગાઉ અંજાર અને ભુજ પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ જેટલા ચોરીના ગુનામાં પકડાયો હતો. હાલમાં ચોરાઉ બાઈક અને આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.






Latest News