મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી સિરામીક એસો.ના હૉલ ખાતે મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે વિદેશ વેપારને લઈને મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ


SHARE











મોરબી સિરામીક એસો.ના હૉલ ખાતે મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે વિદેશ વેપારને લઈને મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ

મોરબીમાં તાજેતરમાં મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે મોરબી સિરામિક એસો.ના આગેવાનોની હાજરીમાં એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ હતી જેમાં વિદેશમાં ECGC પોલીસી સાથે, LC સાથે અને એડવાન્સ પેમેન્ટ સાથે વેપાર કરવો વિગેરે જેવા નિર્ણય કરવામાં આવેલ છે.

મોરબી સિરામીક એસો.ના હૉલ ખાતે તાજેતરમાં સિરામીક પ્રોડક્ટને એક્સપોર્ટ કરતા મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનારા સમયમાં માલના વેચાણ માટે પેમેન્ટ ટર્મ્સને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને ECGC પોલીસી સાથે વેપાર કરવો, LC (લેટર ઓફ ક્રેડિટ) સાથે વેપાર કરવો,  એડવાન્સ પેમેન્ટમાં વેપાર કરવો, ફસાયેલ પેમેન્ટ્સ માટે અલગ પ્લેટફોર્મ બનાવવું અને અન્ય પેમેન્ટ સિસ્ટમ માટે પોલિસી તૈયાર કરવી વિગેરે જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગનો મુખ્ય ઉદેશ એક્સપોર્ટમા ફસાયેલ પેમેન્ટ રીકવર થાય અને નવા પૈસા ફસાય નહિ તે હતો. આ મિટિંગમાં કેપેક્સિલના ચેરમેન નિલેષ જેતપરીયા, મોરબી સિરામીક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા અને નરેન્દ્રભાઈ સંઘાત તેમજ ઓલ ઇન્ડિયા સિરામીક મર્ચન્ટ એક્સપોર્ટર એસો.ના પ્રમુખ ઉપેનભાઈ નાગર અને મોટી સંખ્યામાં મર્ચન્ટ એક્સપોર્ટર્સે હાજર રહ્યા હતા વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, ભવિષ્યમાં આ પ્લેટફોર્મ સિરામીક એક્સપોર્ટર્સ માટે મજબૂત બ્રિજ તરીકે કામ કરશે. અને મર્ચન્ટ એક્સપોર્ટર, મેન્યુફેક્ચરર એક્સપોર્ટર તેમજ સપ્લાયર્સ સ્તરે જે પણ સમસ્યાઓ છે તેને વાચા આપીને તેના ઉકેલ માટે પોલિસી તૈયાર કરવામાં આવશે. જેથી સિરામીક ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય વેપારમાં વધુ મજબૂત અને સુરક્ષિત રીતે આગળ વધી શકે. અને હાલમાં જે મિટિંગ મળી હતી તેમાં લેવામાં આવેલા નિર્ણયથી મોરબી તેમજ સમગ્ર ભારતના સિરામીક એક્સપોર્ટને નવી ઊંચાઈઓ મળશે તેવો વિશ્વાસ આગેવાનો સહિતના લોકોએ વ્યક્ત કર્યો છે.






Latest News