મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું


SHARE











મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું

'ગૌ સમ્માન આહવાન અભિયાન' અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ગૌભક્તો, સંત સમાજ અને જાગૃત નાગરિકો દ્વારા ગૌમાતાના રક્ષણ અને સમ્માન માટે ગાયને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો આપવાની અને ગૌવંશની હત્યા તથા તસ્કરી રોકવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને સ્થાનિક અધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યા છે. એન ગાયોને બચાવવા માટે કડક કેન્દ્રીય કાયદો બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

હાલમાં જે આવેદનપત્રમાં ગૌવંશના રક્ષણ માટે આપવામાં આવ્યું છે તેમા ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ અને કડક કાર્યવાહી માટે કેન્દ્રીય ગો સેવા અને સંરક્ષણ અધિનિયમ લાગુ કરી અલગ કેન્દ્રીય મંત્રાલય બનાવવું, દેશી ગૌવંશને 'રાષ્ટ્રમાતા' અથવા 'રાષ્ટ્ર આરાધ્યા' તરીકે અધિકારિક સંવૈધાનિક માન્યતા આપવી, ગો તસ્કરી અને ગો વધને બિનજામીનપાત્ર અને સંજ્ઞેય ગુનો ગણી આજીવન કેદ અને દોષિતોની સંપત્તિ જપ્ત કરવા કડક કાયદો બનાવવો, ખેતીમાં જૈવિક ખાતર અને ઔષધિ તરીકે પંચગવ્યનો ઉપયોગ વધારવો, મિડ-ડે મીલ અને મંદિરોના પ્રસાદમાં માત્ર દેશી ગાયના ઘી-દૂધનો ઉપયોગ ફરજિયાત કરવો, દરેક ગ્રામ પંચાયતમાં 'નંદીશાળા' અને જિલ્લા સ્તરે ઓછામાં ઓછું 1 'આદર્શ ગો અભયારણ્ય' બનાવવું, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર દર 50 થી 100 કિમી પર ગો-વાહિની એમ્બ્યુલન્સ અને 150 થી 200 કિમીના અંતરે આધુનિક ટ્રોમા સેન્ટર ઉભા કરવા, શાળાના અભ્યાસક્રમમાં 'ગો-વિજ્ઞાન' વિષયને ફરજિયાત સામેલ કરવો અને 'ચારા સુરક્ષા કાનૂન' બનાવી ઔદ્યોગિક ઉપયોગ પર રોક લગાવવી અને તમામ ગૌચર જમીનોને અતિક્રમણ મુક્ત કરવી તેવી 8 માંગણીઓ કરવામાં આવી છે. મોરબીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે નકલંગ ધામના મહંત દામજી ભગત, વિશ્વ હિન્દુ પરિષદના જીલેશભાઈ, યદુનંદન ગૌશાળાના કાનજીભાઈ અને વિપુલભાઈ પ્રજાપતિ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જયારે માળિયા, ટંકારા, વાંકાનેરમાં પણ સ્થાનિક આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું






Latest News