મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન

બાળકોમાં શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા અને ભારતીય સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા  ઉનાળુ વેકેશનમાં  તા. ૧૬ થી ૩૦ મે સુધી ૭ થી ૧૫ વર્ષની વયના બાળકો માટે ૧૫ દિવસીય નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આજના ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલ અને ગેજેટ્સ પાછળ વધુ સમય વિતાવી રહ્યા છે, ત્યારે આ કેમ્પ તેમને કુદરતી વાતાવરણમાં શિસ્તબદ્ધ જીવન જીવવાની પ્રેરણા આપશે. નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિસરની તાલીમ આપશે. જોકે, બેઠકો મર્યાદિત હોવાથી 'વહેલા તે પહેલા'ના ધોરણે રજીસ્ટ્રેશન કરવા નીચે આપેલી લિંક પર ફોર્મ ભરવાનું રહેશે. રજીસ્ટ્રેશન લિંક: https://forms.gle/vLQ8QFaszLhSA2rH6 વધુ માહિતી માટે ગોકુળ નગર પ્રાથમિક શાળા, શકત શનાળા તથા ૮૧૬૦૯૧૬૮૮૨  લીલા લહેર ગાર્ડન, રાજપર ખાતે ૮૫૫૩૩૧૮૫૮૫  ખાતે સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News