મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ


SHARE







મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ

મોરબી જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે તેલીબિયાં પાકોના ઉત્પાદન અને મૂલ્યવર્ધનને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારની NMEO-Oilseed (National Mission on Edible Oils - Oilseeds) યોજના અંતર્ગત જિલ્લામાં વિવિધ યોજનાકીય કામગીરીઓ સુચારુ રીતે પાર પાડવા માટે ‘વેલ્યુ ચેઇન પાર્ટનર’ (VCP) ની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ યોજના હેઠળ કામ કરવા માટે રસ ધરાવતા અને નિર્ધારિત લાયકાત ધરાવતા એફ.પી.ઓ. (FPO), સહકારી સંસ્થાઓ તેમજ જાહેર અથવા ખાનગી કોર્પોરેશનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક સંસ્થાઓએ જરૂરી તમામ દસ્તાવેજો અને વિગતવાર માહિતી સાથેની પોતાની અરજી આગામી તારીખ: ૧૨/૦૫/૨૦૨૬ સુધીમાં ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત કચેરી, મોરબી ખાતે રૂબરૂમાં અથવા કચેરીના સત્તાવાર ઈ-મેઈલ ID: daomorbi@gmail.com પર મોકલી આપવાની રહેશે. આ નિમણૂક અંગેની વધુ માહિતી, લાયકાતના ધોરણો અને અન્ય જાણકારી માટે ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત કચેરી, મોરબીનો કચેરી સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યુ છે.






Latest News