મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં એક આરોપીના શરતી જામીન મંજૂર


SHARE













હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં એક આરોપીના શરતી જામીન મંજૂર

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં ખુનની કોશીશ અને મારામારીનાં ગુન્હામાં પકડાયેલા એક આરોપીની જામીન અરજી મોરબીની કોર્ટમાં મૂકવામાં આવી હતી અને તેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપી હિંમતભાઈ કાનજીભાઈ પરમારના રેગ્યુરલ જામીન મંજુર કર્યા છે.

હળવદમાં વર્ષ 2025 માં હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ફરીયાદપક્ષ દ્વારા ફરીયાદ આપવામાં આવી હતી જેની હકીકત એવી છે કે. આરોપીઓએ ફરીયાદીપક્ષ સાથે બોલાચાલી કરી ઝગડો કરેલો અને આરોપીઓએ હુમલો કરેલો અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આ બનાવમાં પકડાયેલ આરોપી હિંમતભાઈ કાનજીભાઈ પરમારની રેગ્યુલર જામીન પર મુક્ત થવા મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં વકીલ મારફતે જામીન અરજી કરવામાં આવી હતી અને અરજદાર/ આરોપીના વકીલ નરેશ પી.ડાભી એ તેની દલીલોમાં મુખ્યત્વે એવી રજુઆત કરેલ છે કે, આ કામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ છે અને ફોજદારી કેસ નં.૬/૨૦૨૬ થી નોંધવામાં આવેલ છે. અને અરજદાર/ આરોપી છેલ્લા પાંચ માસથી કસ્ડીમાં છે. અને એફ.આઈ.આર. અને ચાર્જશીટ જોતા આરોપીએ કોઈ ફરીયાદપક્ષને શારીરિક હુમલો કરેલ હોય તેવો કોઈ આરોપ નથી. માત્ર આક્ષેપો કરવામાં આવેલ છે જે તદન ખોટા છે. જેથી અરજદાર/ આરોપીને જો જામીન પર મુકત કરવામાં ન આવે તો પ્રિ-ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. આમ, બંન્ને પક્ષની દલીલોને ધ્યાને લઇ આરોપી પક્ષના યુવા એડવોકેટ નરેશ પી.ડાભી ની દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપીના રેગ્યુલર શરતી જામીન મંજૂર કરેલ છે આ કામમાં આરોપી તરફે યુવા ધારાશાસ્ત્રી નરેશ પી.ડાભી, દેવકરણ એ.પરમાર, હિના એન.સંઘાણી, જલ્યા કે.વેગળ, નીતા ટી. પરમાર રોકાયેલા હતા.






Latest News