મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્રતાના સંબંધમાં આપેલ 5 લાખ રૂપિયા પાછા ન આપનારા મિત્રને કોર્ટે ફટકારી સજા


SHARE







મોરબીમાં મિત્રતાના સંબંધમાં આપેલ 5 લાખ રૂપિયા પાછા ન આપનારા મિત્રને કોર્ટે ફટકારી સજા

મોરબીના કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં ફરિયાદીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને એક વર્ષની સખત સજા અને ફરિયાદની તારીખથી વ્યાજ સાથે રકમ ચૂકવવા માટેનો આદેશ કર્યો છે અને જો આરોપી દ્વારા રકમ ન આપવામાં આવે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ફટકારવાનો કોર્ટે હુકમ કરેલ છે.

કેસની વિગત એવી છે કે, ફરીયાદી શાહબાજખાન અસરફખાન સિપાઈએ મિત્રતાના સંબંધમાં સાવનભાઈ રતિલાલ ફેફરને 5 લાખ રૂપિયા હાથ ઉછીનાં આપેલ હતા ત્યારબાદ આરોપી ફરીયાદીની લેણી રકમ ચુકવવામાં નિષ્ફળ જતા ફરીયાદીએ મોરબીની કોર્ટમાં વર્ષ 2024 માં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ-138 અન્વયે ફરીયાદ કરી હતી અને મોરબીના મહે. બીજા એડી. ચીફ જયુડી. મજી. સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા જજ જે.જે.જોષી સાહેબ એ આરોપીને એક વર્ષની સખત કેદની સજા અને ફરીયાદની તારીખથી 6 ટકા વ્યાજ વળતર પેટે ચુકવવી આપવા હુકમ કરેલ અને જો વળતરની રકમ ન ચુકવવામાં આવે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે કેસમાં ફરીયાદ પક્ષે સિનિયર વકીલ નિકુંજ પી.કોટક, વકીલ હિરેન ડી. ગોસ્વામી, હાર્દિક ડી.ગોસ્વામી, વિશાલ પી.ચાવડા રોકાયેલા હતા.






Latest News