હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

કોઈપણ પાર્ટીના નેતાઓએ મત માગવા આવવું નહીં: મોરબીના વોર્ડ નં 9 માં મતદારો આકરા પાણીએ


SHARE







કોઈપણ પાર્ટીના નેતાઓએ મત માગવા આવવું નહીં: મોરબીના વોર્ડ નં 9 માં મતદારો આકરા પાણીએ

મોરબીના સનાળા રોડ પર આવેલ અરિહંત સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા, પાણી, ગટર સહિતના જે પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવ્યા નથી જેથી કરીને સ્થાનિક લોકો રોષે ભરાયા છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાન રાખીને સોસાયટીમાં બંને બાજુએ બોર્ડ લગાવીને કોઈપણ રાજકીય પાર્ટીના નેતાએ મત માંગવા માટે અમારી સોસાયટીમાં આવું નહીં તેવું સ્પષ્ટપણે બોર્ડમાં લખવામાં આવ્યું છે અને આ રીતે લોકોએ પોતાની સમસ્યાઓને વાંચા આપીને પોતાની વેદના ઠાલવી છે.

મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર હાલમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે લોકો તરફથી તેઓના પ્રશ્નો મત માંગવા માટે આવતા ઉમેદવારો સમક્ષ રજુ કરવામાં આવતા હોય છે અને તે ઉકેલવા માટેની ઉમેદવારો દ્વારા ખાતરીઓ આપવામાં આવતી હોય છે પરંતુ ઘણી વખત ચૂંટાઈ ગયા બાદ કે પછી ચૂંટણી પૂરી થયા બાદ લોકોની સમસ્યાઓને ભૂલી જવામાં આવતી હોય છે આવો જ ઘાટ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સોસાયટીમાં જોવા મળી રહ્યો છે મોરબીના વોર્ડ નં 9 માં આવતી અરિહંત સોસાયટીમાં છેલ્લા સાત થી આઠ વર્ષથી રોડ રસ્તા, ગટર, પાણી જેવી સામાન્ય પ્રાથમિક સુવિધાઓની સમસ્યા છે અને તેને ઉકેલવા માટે અગાઉ જ્યારે ચૂંટણી આવી હતી ત્યારે પ્રશ્ન ઉકેવાની વાતો કરી હતી અને ત્યારે માલ સામાન મોકલીને તાત્કાલિક ખાતમહૂર્ત કરવામાં આવ્યુ હતું પરંતુ તે ખાતમહૂર્ત હતું કે પછી લોકોને મૂરખ બનાવવા માટેનો કાર્યક્રમ હતો તે આજની તારીખે લોકોને સમજાયું નથી જેથી પ્રાથમિક સુવિધાને લગતા તેઓના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા ન હોવાના કારણે રોષે ભરાયેલા સોસાયટીના લોકો દ્વારા હાલમાં સોસાયટીના બંને બાજુના પ્રવેશ દ્વાર પાસે બોર્ડ બેનર લગાવીને કોઈપણ પાર્ટીના નેતાઓએ તેમના સોસાયટી વિસ્તારની અંદર મત માંગવા માટે ન આવવું તેવી સ્પષ્ટ વાત સાથે પોતાની વેદના ઠાલવી છે.




Latest News