હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટના મીટર બોક્સ પાસે આગ: ધડાકા થતા લોકોમાં ફફડાટ


SHARE









મોરબીના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટના મીટર બોક્સ પાસે આગ: ધડાકા થતા લોકોમાં ફફડાટ

મોરબીના રવાપર ગામ પાસે આવેલ લોટસ સોસાયટીના એપાર્ટમેન્ટમાં બપોરના સમયે કોઈ કારણોસર મીટર બોક્સ પાસે આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારબાદ ત્યાં ધડાકા થવા કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતા અને આ બનાવની તાત્કાલિક મહાપાલિકાના ફાયર વિભાગની જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લીધી હતી. જો કે, આ બનાવમાં કોઈ જાનહાની કે કોઈ વ્યક્તિને ઈજા થયેલ નથી

મોરબીના રવાપર ગામથી ઘૂનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ લોટસ સોસાયટી A- 3 એપાર્ટમેન્ટમાં મીટર બોક્સ પાસે કોઈ કારણસર બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને અચાનક આગ લાગ્યા બાદ મીટર બોક્સ પાસે ધડાકા થવા લાગ્યા હતા અને આગ વિકરાળ રૂપ ધારણ કરે તેવી શક્યતા હતી જેથી કરીને આ બનાવની તાત્કાલિક મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મીટર બોક્સ પાસે લાગેલી આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા અને ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કંટ્રોલમાં કરી હતી જોકે આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિને ઈજા થયેલ નથી પરંતુ કયા કારણોસર આગ લાગી હતી તે હજુ સુધી સામે આવ્યું નથી અને મીટર બોક્સ પાસે આગ લાગી હોવાના કારણે એપાર્ટમેન્ટની અંદર વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને ત્યારબાદ વીજ કંપનીના સ્ટાફે ત્યાં સ્થળ ઉપર આવીને ફરી પાછો વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો.




Latest News