ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી


SHARE











મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું થોડા દિવસો પહેલા હાર્ટ એટેકના હુમલાના લીધે નિધન થયું હતું ત્યાર બાદ મોરબી જિલ્લા કોંગ્રેસનાં ખલી પડેલા પ્રમુખ પદ માટે વરણી કરવામાં આવે તે અનિવાર્ય હતું તેવામાં આજે મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ  અઘારાની પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ દ્વારા વરણી કરવામાં આવી છે.

હાલમાં જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદે નયનભાઈ અઘારાની વરણી કરવામાં આવી છે તે મોરબી તાલુકાના રાજપર ગામના વતની છે. અને મોરબી જિલ્લા પંચાયત ની ગત ટર્મમાં તેઓ રવાપર સીટ ઉપરથી વિજેતા બનીને જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હતા ત્યાર બાદ તેઓને મોરબી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બન્યા હતા. અને વર્ષ 2010 -15 મા તેઓ મોરબી તાલુકા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે. હાલમાં રાજપર સેવા સહકારી મંડળીના પ્રમુખ છે આ ઉપરાંત વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો, સર્વ કાર્યકરો તથા મોરબી જિલ્લાના લોકોએ નયનભાઈ અઘારાની મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકેની વરણીને સહર્ષ આવકારી છે. અને  તાજેતરમાં કિશોરભાઈ ચીખલીયાનું આકસ્મિક નિધન થયું હોવાના લીધે કોઈ પણ જાતની ઉજવણી વિના સાદગીથી તેઓ પોતાનો પદ સંભાળી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના કામે લાગી ગયા છે.






Latest News