મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ


SHARE







હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ

હળવદના સુંદરગઢ ગામની સીમમાંથી બલેનો કાર પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસે ચેક કરતાં તેમાંથી 300 લીટર દેશી દારૂ મળી આવેલ હતો જેથી 60 હજારનો દારૂ અને કાર મળીને 4.60 લાખનો મુદામાલ કબ્જે કરીને પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે.

હળવદ તાલુકાના પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો હતો તેવામાં સ્ટાફને મળેલ બાતમી મુજબ હળવદના સુંદરગઢ ગામની સીમમાં વોચ રાખવામા આવી હતી તેવામાં સિલ્વર કલરની બલેનો કાર નં. જીજે 36 એપી 6748 પસાર થઈ રહી હતી. જેને ચેક કરવામાં  આવતા પ્લાસ્ટીકના બાચકાઓમાંથી 300 લિટર દેશી દારૂ મળી આવેલ હતો જેથી 60 હજારનો મુદામાલ તેમજ 4 લાખની કાર આમ કુલ મળીને 4.60 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. અને હાલમાં આરોપી ઇલેશ શંભુભાઇ ડાભી રહે. સુંદરગઢ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમ્યાન મીતુલ મુકેશભાઇ દેકાવાડીયા રહે. ભવાનીગઢ (જોકડા) તાલુકો મુળી વાળાનું નામ સામે આવ્યું હતું જેથી બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News