મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત


SHARE











મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત

મોરબીમાં નકલી દૂધ તથા નકલી પનીરે વિગેરેનું વેચાણ કરવામાં આવે છે જે લોકોના આરોગ્યને ખુબજ નુકશાન કરે છે જેથી કરીને આ બાબતે મોરબી સીટી-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા મનપાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે

મોરબી સીટી-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા મનપાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મનપાની ફૂડ વિભાગની ટિમ ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ તથા માણસની તંદુરસ્તીને નુકસાન થતી સ્થિતિને ધ્યાને લઈને સારી કામગીરી કરી રહી છે જો કે, મોરબીમાં નકલી દૂધ તથા પનીરનો કારોબાર મોટો ચાલી રહ્યો છે. તેવા સમાચાર છે. તો દૂધનો વપરાસ માણસની જીંદગીમાં રોજીંદો છે. અને ખાસ કરીને દર્દીને પણ દૂધ આપવામાં આવે છે ત્યારે નકલી દૂધ, નકલી પનીર તથા ભેળસેળ વાળું દૂધની તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News