એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ  મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન


SHARE











મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડીગ ખાતે વેલનાથ બાપુની પૂણ્યતીથી નિમિતે ગત તાજેતરમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આગામી તા.૨-૪-૨૬ ના રોજ વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે યોજાનાર શોભાયાત્રામાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ના આગેવાનો, યુવા શક્તિ, તથા ભાઈઓ-બહેનોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક સમાજની એકતા, શક્તિ અને સંગઠનનું પ્રતિક છે. અને આગામી પેઢીને પણ તેમાંથી પ્રેરણા મળશે જેથી મોરબી જડેશ્વર મહાદેવ મંદિર રેલ્વે સ્ટેશન રોડથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. ત્યાર બાદ નગર દરવાજા, તખ્તસીહજી રોડ, વીસી ફાટક, માહારાણા સર્કલથી ચાર રસ્તાથી સમાજની બોડીગ ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જગદીશભાઈ જી. બાંભણીયા, અજયભાઈ વાઘાણી, માધવભાઈ પરેશા, દેવેશભાઈ રાણેવાડીયા અને પ્રવીણભાઈ સારલા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News