ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 3 પાડાને બચાવ્યા: 3.03 લાખનો મુદામાલ કબ્જે


SHARE











મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 3 પાડાને બચાવ્યા: 3.03 લાખનો મુદામાલ કબ્જે

કચ્છથી મોરબી કતલ કરવા માટે વાહનમાં અબોલજીવને લઈને આવી રહ્યા છે તેવી બાતમી ગૌરક્ષકોને મળી હતી જેથી કરીને માળીયા પાસે વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબના વાહનને પોલીસને હાજરીમાં પીપળીયા ચાર રસ્તા પાસે રોકીને ચેક કર્યું હતું ત્યારે તેમાંથી ત્રણ પાડા મળી આવ્યા હતા જેને બચાવી લેવામાં આવેલ છે અને હાલમાં વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કુલ મળીને 3.03 લાખનો મુદામાલ કબ્જે કરીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

કચ્છ બાજુથી માળીયા થઈને મોરબી તરફ વાહનમાં ક્રૂરતાપૂર્વક બાંધીને અબોલજીવને કતલખાને લઈ જવાના છે તેવી માહિતી મળી હતી જેથી વિશ્વ હિન્દુ પરિષદના મોરબી શહેરના અધ્યક્ષ કમલેશભાઈ બોરીચા, ચેતનભાઇ પાટડિયા, યસભાઈ વાઘેલા, વૈભવભાઈ પટેલ, પાર્થભાઈ નેસડિયા, જેકી ભાઈ, મનીષભાઈ કનજારિયા, જીતુભાઈ સેતા સહિતના ગૌરક્ષકોની ટિમ દ્વારા વોચ રાખવામા આવી હતી. તેવામાં માળિયા થઈને મોરબી બાજુ વાહન આવતું હતી ત્યારે પીપળીયા ચાર રસ્તા પાસેથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસે ચેક કરતાં બોલેરો ગાડી નંબર જીજે 3 બી ડબલ્યુ 5085 પસાર થઈ રહી હતી જેને રોકીને ચેક કરતાં તે ગાડીમાંથી કતલ લઈ જવાના 3 અબોલજીવ કતલ ખાને લઈ જતાં જોવાનું  સામે આવ્યું હતું જેથી અબોલજીવને બચાવી લેવામાં આવ્યા હતા અને વાહન ચાલકને પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, ત્રણેય અબોલજીવને મોરબ લઈ જવામાં આવતા હતા જો કે વાહન ચાલક પાસે કોઈ પરમિટ હતી નહીં જેથી મોરબી તાલુકા પોલીસે 3000 રૂપિયાની કિંમતના 3 અબોલજીવ તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,03,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબીમાં લીલાપર રોડ ઉપર બોરીચા વાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનજીભાઈ રૂંજા (38)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હુસેનભાઇ ગનીભાઈ મતવા (42) રહે. સબજેલ પાસે મકરાણી વાસ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 






Latest News