મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા


SHARE







મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા

મોરબીમાં રહેતા યુવાને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી 2 ટકાથી લઈને 10 ટકા સુધીના વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેની સામે લાખો રૂપિયા વ્યાજના ચૂકવ્યા હતા તેમ છતાં પણ યુવાન પાસેથી વ્યાજ તથા મૂડીની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી અને તેની દુકાન તથા મકાનનો અસલ દસ્તાવેજ પણ પડાવી લેવામાં આવેલ હતા જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં પોલીસે 5 પૈકીનાં 3 આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના સનાળા ગામ પાસે આવેલ ધર્મલાભ સોસાયટીમાં રહેતા ધારેશભાઈ બચુભાઈ કેડ (40)એ દેવશીભાઈ બીજલભાઇ વેરાણા, હર્ષદભાઈ પોલાભાઈ ટમારીયા, મયુર ઉર્ફે દેવો દિલીપભાઈ કરોતરા, રમેશભાઈ મનાભાઇ વાંક અને ભરતભાઈ હેમુભાઇ સોલંકી રહે. જીઆઇડીસી ના નાકા પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીએ દેવશીભાઈ વેરાણા પાસેથી 30 લાખ રૂપિયા 5 ટકાના વ્યાજે, હર્ષદભાઈ પાસેથી 20 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે, મયુરભાઈ પાસેથી 14 લાખ 2.5 ટકાના વ્યાજે, રમેશભાઈ પાસેથી 10 લાખ રૂપિયા 2 ટકાના વ્યાજે અને ભરતભાઈ પાસેથી 5 લાખ રૂપિયા 3 ટકાના વ્યાજે લીધેલા હતા જેની સામે ફરિયાદી લખો રૂપિયા ચૂકવી દીધા હતા તો પણ તેની પાસેથી આરોપીઓ દ્વારા વ્યાજ અને મૂડીની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને વ્યાજ ન ચૂકવતા ફોન ઉપર ગાળા ગાળી કરી હતી અને હર્ષદભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે રમેશભાઈએ ફરિયાદીની દુકાન તથા ફરિયાદીના પત્નીનો મકાનનો અસલ દસ્તાવેજ કબજે કરી લીધો હતો અને પાંચેય આરોપીઓએ ફરિયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને મોતનો ભય બતાવ્યો હતો જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 5 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.એ.ગઢવી અને તેઓની ટીમ દ્વારા આરોપી દેવશીભાઈ બીજલભાઇ વેરાણા (39) રહે. મકનસર, હર્ષદભાઈ પોલાભાઈ ટમારિયા (32) રહે. બોકા અને ભરતભાઈ હેમુભાઈ સોલંકી (35) રહે. જીઆઇડીસીની સામે અનુપમ સોસાયટી મોરબી વાળાને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News