મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં ડીલેવરીમાં સિઝેરિયન બાદ બ્લીડિંગ શરૂ થઈ જતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત


SHARE







મોરબીમાં ડીલેવરીમાં સિઝેરિયન બાદ બ્લીડિંગ શરૂ થઈ જતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત

મોરબીના બેલા ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતી મહિલાને ડીલેવરીમાં સિઝેરિયન આવ્યું હતું અને ત્યારબાદ બ્લીડિંગ શરૂ થઈ ગયું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ કરવા માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામ પાસે આવેલ એસ્ટોનિયા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં રાજકુમાર રામખીલવાન બાસખોર (34) ના પત્ની સુમનકુમારી બાસખોર (32)ને ગત તા. 14/3 ના રોજ ડીલેવરીમાં સિઝેરિયન આવ્યું હતું અને ત્યારબાદ તેને બ્લીડિંગ શરૂ થઈ જતા તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એકટીવા ચોર પકડાયો

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક્ટિવા લઈને શંકાસ્પદ હાલતમાં એક શખ્સ પસાર થયો હતો જેથી તેને રોકીને વાહનના કાગળ માંગ્યા હતા જે તેની પાસે હતા નહીં જેથી ઈ-ગુજ્કોપમાં સર્ચ કરતા એકટીવા એ ડીવીઝન વિસ્તારમાંથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે આરોપી દિલીપ ઉર્ફે ઇમરાન બાવો રાજેશભાઈ જાની (26) રહે.વિસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને 35,000 નું વાહન કબ્જે કર્યું હતું. અને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News