ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ


SHARE











મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ

મોરબીના વતનીને વીમો હોવા છતાં કંપનીએ વિમાની રકમ આપવા ના પાડતા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતા મારફત કેસ કરતા અદાલતે વ્યાજ સાથે રકમ ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, મોરબી સુપર ટોકીઝ પાછળ રહેતા સોનલબેન આનંદભાઈ ભોજાણીના પતિ એશીયન ટ્રોમા હોસ્પીટલમાં દાખલ થયેલ તેના સારવાર ખર્ચના રૂા. ૧,૬૬,૪૯૩ થયેલ.તેનો વિમો રીલાયન્સ જનરલ ઈન્સ્યુરન્સનો હતો. સોનલબેને તમામ કાગળો સમય મર્યાદામાં વિમા કાું. ને આપેલ.છતાંં વિમા કંપનીએ કહયું કે, આનંદભાઈએ વિમો લેતા પહેલા તેમને ડાયાબીટીઝ હતુ તે વાત છુપાવી છે માટે રેપ્યુર્ડ લેટરથી વિમો કેન્સલ કર્યો.હતો.જેથી તેઓએ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.જેથી ગ્રાહક અદાલતે વિમા કંપનીને કહયું કે, તમારો નિર્ણય ખોટો અને ભુલ ભરેલો છે તમારી સેવામાં ખામી છે.વિમેદારને ડાયાબીટીસ છે તે કારણ યોગ્ય નથી.માટે સોનલબેનને તેના પતિની સારવારના રૂા.૧,૬૬,૪૯૩ નવ ટકાના વ્યાજ સાથે તથા રૂા. ૫૦૦૦ ખર્ચના ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહકે પોતાના હકક માટે લડત કરવી જોઈએ.કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), ઉપપ્રમુખ હિતેષભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) અથવા મંત્રી રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવાાદીમાં જણાવેલ છે.






Latest News