મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું


SHARE













મોરબીના ડૉ. મનીષ સનારિયાઆંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું

મોરબીના જાણીતા તબીબ ડૉ. મનીષકુમાર એ. સનારિયાએ તાજેતરમાં બે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મેડિકલ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને શહેર તેમજ તબીબી ક્ષેત્રનું ગૌરવ વધાર્યું છે. જેમાં કેન્સર પ્રતિરોધ અને ખાસ કરીને HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) અંગે જાગૃતિ માટેની આ સિદ્ધિઓને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

તેઓએ કેન્સર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને અમેરિકન કેન્સર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રિવેન્ટ ગ્લોબલ HPV કેન્સર્સપહેલ હેઠળ ડૉ. સનારિયાએ વિશેષ તાલીમ પૂર્ણ કરી છે. મેડિકલ સોસાયટીઝ લીડિંગ ધ વે ટુ સર્વિકલ કેન્સર એલિમિનેશનવિષયક આ તાલીમમાં ગર્ભાશયના મુખના કેન્સરને અટકાવવા માટે HPV રસીકરણના મહત્વ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સિદ્ધિ બદલ FOGSIના પ્રેસિડેન્ટ ડૉ. સુનીતા તાંદુલવાડકર તથા IMAના પ્રેસિડેન્ટ ડૉ. દિલીપ પી. ભાનુશાલીએ તેમને પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવ્યા છે.

જયારે બીજી સિદ્ધિ તરીકે ઇન્ટરનેશનલ પીડિયાટ્રિક એસોસિએશન (IPA) અને અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા આયોજિત “HPV VACs: Vaccinate Adolescents Against HPV Cancers” વિષયક તાલીમ કાર્યક્રમ પણ તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ તાલીમમાં કિશોરોમાં HPV સંક્રમણ અટકાવવા તથા રસીકરણ દ્વારા ભવિષ્યમાં કેન્સર સામે રક્ષણ મેળવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કોર્સ પૂર્ણ કરવા બદલ IPAના પ્રેસિડેન્ટ પ્રો. જોસેફ હદદાદ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. નવીન ઠાકર અને અમેરિકન કેન્સર સોસાયટીના વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. અનુ કે. અગ્રવાલ દ્વારા તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આમ ડૉ. મનીષ સનારિયાની આ બંને સિદ્ધિ બદલ મેડિકલ ક્ષેત્રના અગ્રણીઓ તેમને અભિનંદન આપી રહ્યા છે અને આ તાલીમ બાદ તેઓ સમાજમાં HPV રસીકરણ અંગે જાગૃતિ ફેલાવી કેન્સર મુક્ત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે






Latest News