ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા વસ્તીગણતરીના ગણતરીદારોના હુકમ બાબત કમિશ્નર-મામલતદારને કરાઇ રજુઆત


SHARE











મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા વસ્તીગણતરીના ગણતરીદારોના હુકમ બાબત કમિશ્નર-મામલતદારને કરાઇ રજુઆત

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના આગેવાનો દ્વારા ભારતની જનગણના-૨૦૨૭ અન્વયે આગામી 19, એપ્રિલથી વસ્તીગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે જ્યારે ગણતરીદારના હુકમ કાઢવામાં આવે છે તેને લઈને કેટલીક માંગણીઓ કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને હુકમો કાઢવા મ્યુનિસિપલ કમિશ્નર મહાનગરપાલિકા અને મોરબી તેમજ હળવદના મામલતદારને રજુઆત કરવામાં આવેલ છે,

હાલમાં કરવામાં આવેલ રજૂઆતની સાથે જે માંગણીઓ કરવામાં આવેલ છે તેમાં મતદારયાદી સઘન સુધારણા SIRની કામગીરી કરેલ બીએલઓ અને સહાયક વસ્તી ગણતરીના ગણતરીદાર તરીકે ન લેવામાં આવે, ગણતરીદાર તરીકે મોટી ઉંમરના શારિરીક તેમજ તબીબી તકલીફ વાળા શિક્ષક ભાઈઓ અને બહેનોને ન લેવામાં આવે, ગણતરીદાર તરીકે તમામ ખાતામાંથી સપ્રમાણમાં કર્મચારીઓ લેવામાં આવે, ગણતરીદાર તરીકે જે તે શિક્ષકોને પોતાના ફરજના સ્થળનો અને હાલના રહેઠાણના સ્થળનો વિસ્તાર આપવામાં આવે, ગણતરીદાર તરીકે જો બહેનોને લેવાના થાય તો સંવેદનશીલ વિસ્તાર ફાળવવામાં ન આવે અને કોઈ શિક્ષક ભાઈ કે બહેનની અગાઉથી બહાર જવા માટેની ટીકીટ બુક થઈ ગઈ હોય કે અન્ય કોઈ વ્યાજબી કારણોસર અગાઉથી આપને જાણ કરેલ હોય કે કોઈ આકસ્મિક સંજોગો ઉભા થાય તો હુકમ ફેરફાર કરી આપવામાં આવે તેવી માંગ કરી છે. અને આ રજુઆતને ધ્યાને લઈને વસ્તી ગણતરીના હુકમો કાઢવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે હાલમાં રજુઆત કરેલ છે






Latest News