ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ


SHARE











મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ

મોરબી શહેરમાં સર્કિટ હાઉસ પાસે અજાણ્યા યુવાનનું બીમારી સબબ મોત નીપજયું છે જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને હાલમાં સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં રાખીને તેની ઓળખ મેળવવા માટે બી ડિવિઝન પોલીસે ચક્રોગતિમાન કરેલ છે. અને મૃતક યુવાનના જમણા હાથ ઉપર નેહાબેન મહોમ્મદભાઈ તથા અન્ય નામ લખેલા છે જેના આધારે મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક સર્કિટ હાઉસ પાસે તા17 ના રોજ રાતે 9:30 વાગ્યાના અરસામાં 40 થી 45 વર્ષના યુવાનનું ફેફસાની બીમારીથી મોત થયું હતું. જેથી કરીને તેના મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મૃતક યુવાનના જમણા હાથ ઉપર નેહાબેન મહોમ્મદભાઈ તથા અન્ય નામો હિન્દીમાં ત્રોફાવેલા છે અને શરીરે આછા ગુલાબી કલરની બંડી તથા કાળા કલરનો ટ્રેક પેન્ટ તેને પહેરેલું છે મૃતક વ્યક્તિના મૃતદેહને હાલમાં  મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે અને તેની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે અને આ યુવાન વિષે કોઇની પાસે માહિતી હોય કે પછી કોઈ યુવાનને જાણતું હોય તો બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોન નંબર 02822 242592 અથવા તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ એ.એમ.જાપડીયાના મોબાઈલ નંબર 97140 64419 ઉપર જાણ કરવા માટે જણાવ્યું છે






Latest News