મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ


SHARE













મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ

મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લામાં પ્રોજેક્ટ દ્રષ્ટી અંતર્ગત સ્પષ્ટ દ્રષ્ટિ, ઉજ્જવળ ભવિષ્ય,આંખોમાં ઉજાસ આંજવાનો અવસરના હેતુ સાથે નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ,ભારત કેર અને HDFC બેંકના સહયોગથી ત્રણ જિલ્લા મોરબી, રાજકોટ અને જામનગરની જુદી જુદી શાળાઓમાં 30,094 બાળકોની આંખોની દ્રષ્ટિનું  સ્કીનિગ કરવામાં આવ્યું હતું જેમાંથી 5,190 વિદ્યાર્થીઓને ચશ્માના નંબર આવ્યા એ પૈકી મોરબી જિલ્લાના 1398 વિદ્યાર્થીઓ માટે ચશ્મા વિતરણ કરવાનો કાર્યક્રમ મોરબીની ટી.કે.હોટેલ ખાતે યોજાઈ ગયો હતો

આ કાર્યક્રમમાં ડૉ.હરીપ્રકાશ હડિયલ (ટ્રષ્ટિ નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ)એ જણાવ્યુ હતું કે, દર 100 બાળકોએ મોરબી જિલ્લામાં 14 % જેટલા બાળકો દ્રષ્ટિની ક્ષતિ ધરાવે છે રાજકોટ અને જામનગર જિલ્લામાં 20 % જેટલા અને ત્રણેય જિલ્લામાં સરેરાશ 17.25  જેટલા બાળકો આંખની ક્ષતિ ધરાવે છે. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે નિઃશુક ચશ્માનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં ડો. હરીપ્રકાશ હડિયલ, ડો.ગૌરવ શુકલ, ડો.અશ્વિનભાઈ નકુમ, વ્હાબભાઈ જીંદાણી, ડો.સંજય શાહ, કમલેશ મોતા (જિલ્લા શિક્ષણ અધિકારી) તેમજ દિનેશભાઈ વડસોલા (જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) વગેરે હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે મોરબી જિલ્લાની 40 જેટલી સરકારી પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાઓના પ્રિન્સિપાલને 1398 વિદ્યાર્થીઓને ચશ્માના બોક્સ અર્પણ કર્યા હતા.






Latest News