ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં બંધ પડેલ કંપનીમાં ભાગીદાર બનાવવાનું કહીને યુવાનની સાથે 1.19 કરોડથી વધુની છેતરપિંડી


SHARE











મોરબીમાં બંધ પડેલ કંપનીમાં ભાગીદાર બનાવવાનું કહીને યુવાનની સાથે 1.19 કરોડથી વધુની છેતરપિંડી

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ યેશા ટાઈલ્સ પ્રા.લી. નામનું કારખાનું બંધ પડી ગયેલ હોય તે કારખાનું ચાલુ કરવા માટે થઈને રૂપિયાની જરૂર હતી જેથી યુવાનને કંપનીમાં ભાગીદાર બનાવવાની વાત કરીને તેની પાસેથી ઓનલાઈન તથા રોકડા આમ કુલ મળીને 33.50 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ કંપની બંધ થઈ જતા કંપની વાળી જગ્યાએ પ્લોટ કરીને તેમાંથી યુવાનને પ્લોટ આપવા માટે કહ્યું હતું આમ યુવાનના રૂપિયા તથા તેના સગા વાલા પાસેથી છી ઉધાર લઈને રોકડા આપેલા રૂપિયા મળીને 1,19,55,708 રૂપિયા આરોપીએ લઈ લીધા હતા અને યુવાનને સોદાખત કરી આપી પ્લોટ બીજાને વેચાણ કરી દીધા છે અને યુવાનને દસ્તાવેજ કરી આપવામાં આવેલ નથી જેથી યુવાને વિશ્વાસઘાત અને છેતરપિંડીની હાલમાં ફરિયાદ કરી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી નજીકના રવાપર ગામે કેપિટલ માર્કેટની સામેના ભાગમાં આવેલ ગોલ્ડન પેલેસ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 601 માં રહેતા જયેન્દ્રભાઈ અમૃતલાલ દલસાણીયા (43હાલમાં યેશા ટાઈલ્સ પ્રા.લી.ના ડાયરેક્ટર રાજેન્દ્રકુમાર ચતુરભાઈ હાલપરા રહે.502 ભગવતી ટીવીન્સ-બી સાનિધ્ય પાર્ક સોસાયટી રવાપર મોરબી વાળા સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીની યેશા ટાઈલ્સ પ્રા.લી. કંપની બંધ પડી ગઈ હતી જેને ચાલુ કરવા માટે થઈને આરોપીને રૂપિયાની જરૂર હોય જેથી ફરિયાદીને કંપનીના ભાગીદાર બનાવવાની વાત કરી વિશ્વાસમાં લઈને અલગ અલગ તારીખે કંપનીના ખાતામાં 18,50,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા તેમજ 15 લાખ રૂપિયા રોકડા આરોપીના કહેવાથી દીપકભાઈ આહીરને આપેલા હતા અને બાદમાં કંપની બંધ થઈ જતા ફરિયાદી આરોપી પાસેથી પૈસા પરત માગતા આરોપીએ કંપનીવાળી જગ્યાએ પ્લોટ પાડીને ફરિયાદીને પ્લોટ આપવાની વાત કરી હતી અને ફરિયાદીએ અગાઉ આપેલા રૂપિયા 33.50 લાખ તથા તેઓના સગા વાલા પાસેથી ઉછીના ઉધાર લઈને રોકડા 86,05,708 આપ્યા હતા. આમ કુલ મળીને 1,19,55,708 આરોપીએ લઈને ફરિયાદીને પ્લોટનો સોદાખત કરી આપી પ્લોટ બીજાને વેચાણ કરી આપ્યા છે અને ફરિયાદી સાથે સોદાખત કરેલા પ્લોટનો દસ્તાવેજ કરી આપેલ નથી અને તેને રૂપિયા પણ પરત આપેલ નથી જેથી યુવાનની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હોય હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News