મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન પાસેથી 13 લાખ રૂપિયા કઢાવવા માટે કોસ-હથોડીથી માર માર્યો, કારમાં અપહરણ કરીને કારખાને લઈ જઈને આપી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં યુવાન પાસેથી 13 લાખ રૂપિયા કઢાવવા માટે કોસ-હથોડીથી માર માર્યો, કારમાં અપહરણ કરીને કારખાને લઈ જઈને આપી મારી નાખવાની ધમકી

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાન સાથે નાણાકીય લેવડદેવડના 13 લાખ લેવા માટે થઈને પાંચ શખ્સો ક્રેટા ગાડી લઈને મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ મંડપ સર્વિસના ગોડાઉને આવ્યા હતા અને ત્યાં યુવાનને લોખંડની કોસ અને હથોડી વડે માર માર્યો હતો ત્યારબાદ યુવાનનું કારમાં અપહરણ કરીને જાંબુડીયા નજીક આવેલ કારખાનામાં લઈ ગયા હતા ત્યાં તેને ગોંધી રાખીને તેનો મોબાઈલ પડાવી લેવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ધર્મ મંગલ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ રાજેશભાઈ શેરસીયા (29એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગીરીશભાઈ મગનભાઈ આખજા, રાજુભાઈ ઝાલા આહીર, ભરતભાઈ બાટી (ગઢવી), અલ્તાફભાઈ જીવાણી અને ઇમરાન ઉર્ફે ગટી નામના પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગિરીશભાઈ સાથે તેઓને નાણાકીય લેવડ દેવહતી અને ફરિયાદી પાસેથી તેઓને 13 લાખ લેવાના હોય આરોપીઓ ક્રેટા ગાડી નંબર જીજે 36 એએફ 8771 લઈને મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ ગોકુલનગર તરફ જવાનો રસ્તા ઉપર મંડપ સર્વિસના ગોડાઉને આવ્યા હતા અને ત્યાં રાજુભાઈએ લોખંડની કોવડે તથા ઇમરાને હથોડી વડે અને ભરતભાઈ તથા અલ્તાફભાઈએ મુંઢ માર મારીને ફરિયાદીને ઇજાઓ કરી હતી અને બળજબરીપૂર્વક તેની પાસેથી રૂપિયા કઢાવવા માટે ફરિયાદીનું કારમાં અપહરણ કરીને જાંબુડીયા બાજુ આવેલ હિમાલયા કારખાનામાં લઈ જઈને ત્યાં ફરિયાદીનો મોબાઇલ પડાવી લીધો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને પાંચ આરોપીઓને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News