મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે હાઇડ્રોલિક ટ્રેક્ટર ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: સર્કિટ હાઉસ પાસે બીમારી સબબ અજાણ્યા યુવાનનું મોત


SHARE







મોરબીના ધીરપુર રોડે હાઇડ્રોલિક ટ્રેક્ટર ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: સર્કિટ હાઉસ પાસે બીમારી સબબ અજાણ્યા યુવાનનું મોત

મોરબીના લધીરપુર રોડ ઉપર હાઇડ્રોલિક ટ્રેક્ટર ઉપર ચડીને ઇલેક્ટ્રીક વાયર રીપેર કરતાં સમયે યુવાન ઉપરથી નીચે ટકાયો હતો જેથી તેને માથાના ભાગે ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને મોરબીથી રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબીના સર્કિટ હાઉસ પાસે બીમારી અજાણ્યા યુવાનનું મોત નીપજયું હોય તે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલમાં મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ રામદેવ હોટલની પાછળના ભાગમાં રહેતો કૈલાશ બાબુસિંહ રાવત (24) નામનો યુવાન મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ ફેમ સિરામિકની બાજુમાં હાઇડ્રોલિક ટ્રેક્ટર પર ચડીને ઇલેક્ટ્રીક વાયર રીપેર કરતો હતો દરમિયાન કોઈ કારણોસર તે ઉપરથી નીચે પટકાતા તે યુવાનને માથાના ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તે યુવાનને મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી ગિરધારીસિંહ રાવત (32) રહે. રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બીજા બનાવમાં મોરબીમાં સર્કિટ હાઉસ પાસે કોઈ અજાણ્યા 40 થી 45 વર્ષના યુવાનનું બીમારી સબબ મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની જયભાઈ સવાડીયા (27) રહે. અનત નગર બ્લોક નંબર 24 મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે આગળની તજવીજ હાથ ધરી છે






Latest News