મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉદ્યોગકારો-આગેવાનો દ્વારા દીકરીઓ અને યુવતીઓને કેરલા સ્ટોરી-2 મૂવી નિશુલ્ક દેખાડવામા આવી


SHARE











મોરબીમાં ઉદ્યોગકારો-આગેવાનો દ્વારા દીકરીઓ અને યુવતીઓને કેરલા સ્ટોરી-2 મૂવી નિશુલ્ક દેખાડવામા આવી

મોરબીમાં 25 વર્ષથી નાની દીકરીઓને ઉદ્યોગપતિઓ અને સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા કેરલા સ્ટોરી-2 નિશુલ્ક દેખાડવાનું આયોજન કરાયું હતું અને 6 સ્ક્રીન બુક કરવામાં આવી હતી જો કે, વધુ યુવતીઓ મૂવી જોવા માટે આવતા કુલ 9 સ્ક્રીનમાં મૂવી બતાવવામાં આવી હતી અને સમાજમાં બનતી ઘટનાઓ સામે ખાસ કરીને યુવતીઓમાં જાગૃતિ આવે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.
 
મોરબી સિરામિક એસો પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, ભાજપ અગ્રણી જયદીપભાઈ દેત્રોજા, પાટીદાર સમાજ અગ્રણી અનિલભાઈ વરમોરા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, નવયુગ સંકુલના પ્રમુખ પી ડી કાંજીયા, તેમજ આર્યવ્રત કોલેજ મોરબીના આર્થિક સહયોગથી આજે મોરબીમાં કેરલા સ્ટોરી-2 ફિલ્મ બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સમાજમાં દીકરીઓ અને યુવતીઓની સલામતીને ધ્યાને રાખીને આ ફિલ્મ દીકરીઓને બતાવવા માટેનું આયોજન કરાયું હતું. આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ વર્તમાન સમયમાં જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેની પાછળની વાસ્તવિકતાઓ દર્શાવે છે જેથી વધુમાં વધુ દીકરીઓ વાસ્તવિકતાને સમજે અને જોવે તેના માટે અને દીકરીઓ ગેરમાર્ગે દોરતી અટકે તે માટે આ ફિલ્મના વિશેષ શોનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું જો કે, 6 સ્ક્રીન બુક કરી હતી પરંતુ વધુ દીકરીઓ અને યુવતીઓએ આવતા વધુ 3 સ્ક્રીન બુક કરાવીને તમામને મૂવી બતાવવામાં આવ્યું હતું. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આ મુવી 25 વર્ષથી નાની દીકરીઓ માટે આ મૂવી શો નું નિશુલ્ક આયોજન કર્યું હતું જેનો ઘણી દીકરીઓ અને યુવતીઓએ લાભ લીધો હતો અને તેઓ ભવિષ્યમાં લવજેહાદ જેવા ચુંગાલમાં ફસાશે નહીં તેટલી જાગૃતિ આ મૂવી માધ્યમથી દીકરીઓમાં આવી છે.






Latest News