મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીકથી પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલે: વધુ બે ની ધરપકડ


SHARE











મોરબી નજીકથી પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલે: વધુ બે ની ધરપકડ

કચ્છ બાજુથી માળીયા થઈને મોરબી તરફ આવી રહેલા વાહનામાં ક્રૂરતાપૂર્વક અબોલજીવને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે તેવી માહિતી મોરબીના ગૌરક્ષકોને મળી હતી.જેથી વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબના વાહનનો પીછો કરીને મોરબીની દલવાડી ચોકડી પાસે વાહનને રોકીને પોલીસની હાજરીમાં ચેક કરી હતી ત્યારે તેમાંથી કતલખાને લઈ જવાતા ૧૭ પાડા મળી આવ્યા હતા.જેથી પાડા અને વાહન મળીને ૪.૫૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ગુનો નોંધાયો હતો જેમાં અગાઉ ત્રણની ધરપકડ બાદ વધુ બે ની ધરપકડ કરવામાં આવી હતી

મળતી માહિતી પ્રમાણે કચ્છથી ભરેલા અબોલજીવને રાજકોટમાં ભાવિન પટેલને ત્યાં અને તેનો સાથી અરમાન અને આશિફ રહે.રાજકોટ ઉતારવાના હતા અને તે બંને સાથે પોત પોતાની ગાડી લઈને પાયોટીંગ આપતા  હતા.જે પૈકીની એક કાર ભાવિન પટેલ અને બીજી કાર અરમાન ચલાવી રહ્યો હતો.જે તે સમયે પોલીસે પાડા ભરેલા વાહન સાથે અનવર સલીમભાઈ શેખને પકડીને ૫૧ હજાર રૂપિયાની કિંમતના પાડા તથા ૪ લાખ રૂપિયાની કિંમતનું વાહન એમ કુલ ૪.૫૧ લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ બનાવ સંદર્ભે મોરબીના પીપળી ગામે રહેતા વૈભવભાઈ જીતેશભાઈ ઝાલરીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અનવર સલીમભાઈ શેખ રહે.રણછોડનગર મોરબી, ફરહાન ઉર્ફે તોફિક અનવરભાઈ પીલુડિયા રહે.ટંકારા, અરમાન કુરેશી રહે. રાજકોટ, સાહિલ કુરેશી રહે.રાજકોટ તથા ભાવિનભાઈ ઘનશ્યામભાઈ પટેલ રહે.રાજકોટ ની સામે ફરિયાદ નોંધાવેલ હતી. જેના આધારે અગાઉ ત્રણને પકડવામાં આવ્યા હતા.હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના ધ્રુવરાજસિંહ ઝાલાએ ભાવિન ઘનશ્યામ ભાઈ ધીયાડ પટેલ (૩૬) રહે.એ-૧૦૧ આશીર્વાદ સ્કવેર સેટેલાઈટ ચોક નજીક મોરબી રોડ રાજકોટ તેમજ ફરહાન ઉર્ફે તૌફિક અનવરભાઇ પીલુડિયા (૩૨) રહે. ટંકારા પોલીસ સ્ટેશન પાછળ ટંકારા જી.મોરબી ની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મારામારીમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના બોડકા ગામે રહેતા હાજીભાઈ પુંજાભાઈ અણદાણી નામના ૫૬ વર્ષના આધેડને તેના મામાના દીકરા દ્વારા લાકડી વડે ખંભાના ભાગે માર મારવામાં આવ્યો હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે રહેતા જયેશભાઈ જેરામભાઈ કાંજીયા નામના ૨૪ વર્ષના યુવાનને બપોરે દોઢેક વાગ્યાના અરસામાં અજાણ્યા લોકો દ્વારા માથાના ભાગે લાકડી વડે માર મારી હુમલો કરવામાં આવ્યો હતો.જેથી ઈજા પામતા તેને અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.વી






Latest News