ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં રિપેરિંગ માટે 33 દિવસથી બંધ રાખવામા આવેલ પાડાપુલ કામ પૂરું થઈ જતાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકયો


SHARE











મોરબીમાં રિપેરિંગ માટે 33 દિવસથી બંધ રાખવામા આવેલ પાડાપુલ કામ પૂરું થઈ જતાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકયો

મોરબીમાં રજવાડાના સમયમાં પુલ બનાવવામાં આવેલ હતો જેને આજે દેશ અને દુનિયામાં લોકો પાડાપુલના નામથી જાણે છે આ પુલમાં બેરીંગ બદલવાની, જોઈન્ટ બદલવાની અને માસ્ટિક આસફાલ્ટની કામગીરી કરવાની છે જેથી તંત્ર દ્વારા પુલને બંધ કરવામાં આવેલ હતો જો કે, 33 દિવસમાં કામ પુરુ થઈ ગયું છે જેથી કરીને આ પુલને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે.

મોરબી શહેરમાં ફેબ્રુઆરી માહિનામાં 12 તારીખથી પાડાપુલને રીપેર કામ માટે બંધ કરવામાં આવેલ હતો અને જાહેરનામું પ્રસિદ્ધ કરીને પાડા પુલ બંધ રહે ત્યાં સુધી એસટી બસ સહિતના વાહનોને કયા રસ્તા ઉપરથી પસાર થવું તેના માટેના વૈકલ્પિક રસ્તાઓ પણ જાહેર કરવામાં આવ્યા હતા. અને પાડા પુલને વાહનોની અવર જવર માટે સદંતર બંધ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ કોન્ટ્રાકટર દ્વારા તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું હતું જો કે, 45 દિવસમાં કામ પૂરું થવાનું હતું પરંતુ આ કામને ઝડપથી કરીને 33 દિવસમાં પૂર્ણ કરવામાં આવેલ છે. અને મંગળવારથી આ પુલને વાહનોની અવાર જવર અને ટ્રાફિક માટે ખુલ્લો મૂકી દેવામાં આવેલ છે.

ઉલેખનીય છે કે, વર્ષ 1880 માં પાડા પુલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું અને ચાર વર્ષ પછી એટ્લે કે, 1884 થી તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો જો કે, આ પુલ 1979 માં આવેલ મચ્છુ જળ હોનારતમાં ક્ષતિગ્રસ્ત થયો હતો જેથી અડધો પુલ પાછળથી બનાવવામાં આવેલ છે. આમ આ પુલને કુલ મળીને 142 વર્ષ જેટલો સમય થયો છે જેથી તેના બેરીંગ બદલવાની, જોઈન્ટ બદલવાની અને માસ્ટિક આસફાલ્ટની કામગીરી કરવાની જરૂર હતું જેથી કરીને પુલને બંધ કરીને કામ તાત્કાલિક કરવવામાં આવેલ છે. અને અંદાજે 1.50 કરોડના ખર્ચે આ પુલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે.

મોરબી શહેરમાં પાડા પુલ બંધ હતો ત્યાં સુધી ટ્રાફિકના કોઈ પ્રશ્ન ન ઉદભવે તેના માટે પોલીસ વિભાગ દ્વારા જુદીજુદી જગ્યા ઉપર ખાસ પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામા આવ્યો હતો જેથી 33 દિવસ જેટલા સમય સુધી પાડા પુલ બંધ હતો તો પણ એક કે બે દિવસ સિવાય કયારે પણ વાહન ચાલકોને અવર જવરમાં ટ્રાફિક સહન કરવો પડેલ નથી. જેથી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સારી રીતે સંકલન કરીને મોરબીમાં પાડા પુલનું રિપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવેલ છે






Latest News