ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીનો સીરામીક ઉદ્યોગ ગેસની અછતના કારણે આજથી એક મહિના સુધી બંધ: સિરામિક એસો.ની બેઠકમાં ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય


SHARE











મોરબીનો સીરામીક ઉદ્યોગ ગેસની અછતના કારણે આજથી એક મહિના સુધી બંધ: સિરામિક એસો.ની બેઠકમાં ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય

મોરબીનો સીરામીક ઉદ્યોગ ગેસની અછતના કારણે બંધ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને છેલ્લા દિવસોમાં ઘણા બધા સિરામિક ના કારખાના બંધ થયા છે તેવામાં આજે મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 500 જેટલા સીરામીકના કારખાનેદારો હાજર રહ્યા હતા અને ગેસની અવેલીબીટી અને તેનો ભાવ નિશ્ચિત ન હોવાના કારણે સિરામિક કારખાનાઓને આગામી એક માસ સુધી બંધ કરવાનો સામૂહિક રીતે મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા આ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવેલ છે

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલો છે અને ત્યાં લગભગ 650 જેટલા સીરામીકના કારખાનાઓ ધમધમતા હોય છે અને 24 કલાક સિરામિક ટાઇલ્સનું પ્રોડક્શન થતું હોય છે જોકે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે તેના લીધે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને છેલ્લા લગભગ 15 દિવસથી નિયમિત રીતે પ્રોપેન ગેસ મળતો નથી અને નેચરલ ગેસ પણ માસિક વપરાશના જથ્થા સામે 80 ટકા આપવાની વાત હતી તે પણ મોટાભાગના ઉદ્યોગકારોને વપરાઈ ગયો છે જેથી કરીને નેચરલ ગેસની સપ્લાય પણ કેટલાક કારખાનાઓની બંધ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં બાકીના કારખાનાઓમાં બંધ થાય તેવી શક્યતાઓ છે જેથી આજે મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે જુદાજુદા ચારે ડિવિઝનના પ્રમુખની આગેવાની હેઠળ ઉદ્યોગોકારોની બેઠકનું આયોજન કર્યું હતું જેમાં 500 જેટલા સિરામિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા અને આ બેઠકની અંદર ખાસ કરીને મોરબીના સિરામિક ઉપયોગમાં ઇંધણ તરીકે જે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે આ બંને ગેસની હાલમાં અવેલેબિટી નિશ્ચિત નથી અને તેના ભાવ પણ નિશ્ચિત નથી જેથી ઉદ્યોગ ચાલુ રાખવો શક્ય નથી માટે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ સામૂહિક રીતે એક મહિના સુધી મોરબીના સિરામિક ઉદ્યોગને સદંતર બંધ કરવાનો નિર્ણય લીધો છે અને ત્યારબાદ જ્યારે ગેસની અવેલીબિટી અને તેના ભાવ નિશ્ચિત થાય ત્યારબાદ સીરામીક પ્રોડક્ટના નવા ભાવ સાથે સીરામીક નું ઉત્પાદન શરૂ કરવામાં આવશે તેવી માહિતી હાલમાં પ્રમુખ મનોજભાઈ એરવાડિયા પાસેથી જાણવા મળ્યું છે.






Latest News