ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા સ્ટેમ્પ વેન્ડરે વ્યાજે લીધેલા 11 લાખ સામે 2.43 કરોડ ચૂકવી દીધા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ: બે સામે ફરિયાદ


SHARE











મોરબીમાં રહેતા સ્ટેમ્પ વેન્ડરે વ્યાજે લીધેલા 11 લાખ સામે 2.43 કરોડ ચૂકવી દીધા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ: બે સામે ફરિયાદ

મોરબીમાં રહેતા સ્ટેમ્પ વેન્ડરને વર્ષ 2023 માં રૂપિયાની જરૂર હોવાથી તેણે બે શખ્સો પાસેથી 11 લાખ રૂપિયા અઠવાડિયે તથા મહિને પાંચ ટકા વ્યાજ લેખે લીધેલા હતા જેની સામે તેણે અત્યાર સુધીમાં 2.43 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને જો રૂપિયા નહીં આપે તો ફરિયાદી તથા તેના પરિવારને ઘરબાર વગરના કરી નાખવાની ગર્ભિત ધમકી આપવામાં આવે છે જેથી ભોગ બનેલા સ્ટેમ્પ વેન્ડર દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર એમ-764 માં રહેતા સુરેશભાઈ પ્રાગજીભાઈ ભાડજા (60)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ રામજીભાઈ ભાલોડીયા અને અશ્વિનભાઈ રામજીભાઈ ભાલોડીયા રહે. બંને આર્યનગર સોસાયટી જીઆઇડીસી સામે સનાળા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીને ધંધા માટે રૂપિયાની જરૂર હતી જેથી તેણે આરોપીઓ પાસેથી રોકડા 11 લાખ રૂપિયા દર અઠવાડિયે તેમજ મહિને પાંચ ટકા લેખે વ્યાજે લીધેલા હતા અને વ્યાજના આજ દિન સુધીમાં કુલ મળીને 2.43 કરોડ રૂપિયા આરોપીઓને ચૂકવી લીધેલ છે તેમ છતાં પણ આરોપીઓ દ્વારા વ્યાજની માંગણી કરીને જો રૂપિયા નહીં આપે તો ફરિયાદી તથા તેના પરિવારને ઘરબાર વગરના કરી નાખશે તેવી ધમકી આપવામાં આવે છે અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા સ્ટેમ્પ વેન્ડર દ્વારા હાલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે






Latest News