મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ઠપકો આપવા ગયેલા યુવાનને બે શખ્સોએ કુહાડી બતાવીને આપી માર મારવાની ધમકી


SHARE







મોરબીમાં ઠપકો આપવા ગયેલા યુવાનને બે શખ્સોએ કુહાડી બતાવીને આપી માર મારવાની ધમકી

મોરબીમાં રહેતા યુવાનની ભત્રીજીને હેરાન પરેશાન કરતા શખ્સને ઠપકો આપવા ગયેલા યુવાનને કુહાડી બતાવીને ડરાવીને લાકડી વડે માર મારવાની ધમકી આપી હતી તેમજ સાહેને ફોન ઉપર ઝઘડો કરવાની ધમકી આપી હતી અને યુવાનને ફોન ઉપાડ તેની ભત્રીજી વિશે ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં સોરડીની પાછળના ભાગમાં આવેલ ઉમિયા નગર કાલિકા ટ્રાવેલ્સની પાછળના ભાગમાં રહેતા નવીનભાઈ વિનોદભાઈ મકવાણા (23)એ હાલમાં ધવલ પરમાર અને ગૌતમભાઈ પરમારની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓએ ધવલ પરમારને અગાઉ પોતાની ભત્રીજીને હેરાન પરેશાન ન કરવા માટે થઈને કહ્યું હતું અને ત્યારબાદ આરોપીએ સાહેના મોબાઈલ ફોન ઉપર ફોન કરીને ઝઘડો કરવાની ધમકી આપી હતી અને ફરિયાદીને કુહાડી બતાવીને ડરાવીને લાકડી વડે માર મારવાની ધમકી આપી હતી જ્યારે ગૌતમભાઈએ ફરિયાદીને તેની ભત્રીજી વિશે ફોન ઉપર ગાળો આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News