મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે


SHARE







મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે

મોરબીમાં જુદાજદા વિસ્તારમાં આવેલ બાગ બગીચાના મહાનગરપાલિકા દ્વારા રિનોવેશન કરવામાં આવી રહ્યા છે જે આગામી 4 માહિનામાં પૂર્ણ થશે. ત્યાર બાદ લોકોને શહેરમાં હરવા ફરવા માટેના  સ્થળ વધી જશે.

મોરબી શહેરમાં સૂરજ બાગ, કેસર બાગ, શંકર આશ્રમ, રાણી બાગ આ જુદા 4 બગીચા હતા તેને રિનોવેશન કરવામાં આવી રહ્યા છે અને આગામી 4 મહીનામાં બગીચાઓનું કામ પૂર્ણ થવાનું છે વધુમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ શંકર આશ્રમમાં 2.48 કરોડ, રાણીબાગમાં 2.65 કરોડ, સુરજ બાગમાં 2.31 કરોડ અને સરદાર બાગમાં 1.2 કરોડનો ખર્ચ કરીને લોકો માટે સુવિધાઓ વધારવામાં આવી રહી છે જેમાં શંકર આશ્રમ ખાતે બગીચા સાથે યોગા અને ગઝેબો જેવી સુવિધાઓ ઊભી કરાશે. તો રાણીબાગમાં બગીચાની સાથે ફૂડ કોર્ટ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. અને કેસર બાગમાં પણ સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે જો કે, તેની જાળવણી માટે મહાનગરપાલિકા દ્વાર સિક્યુરીટી ગાર્ડ સહિતના સ્ટાફને મૂકવામાં આવે તો લાંબા સમય સુધી તેનો લોકો ઉપયોગ કરી શકશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.




Latest News