મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે


SHARE







મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે

હળવદના દિપકભાઈ રમણીકભાઈ પટેલે કેર હેલ્થ ઇન્શ્યોરન્સ લીધેલ અને તેઓ એકટીવામાંથી પડી જતા ગોઠણમાં ઇજા થઇ હતી.વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા તેઓએ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા નામદાર કોર્ટે વીમા કંપનીને વ્યાજ અને ખર્ચ સહીત પૈસા ચુકવવા હુકમ કરેલ છે.

આ કેસ ની વિગત એવી છે કે હળવદ વતની દિપકભાઈ રમણીકભાઈ પટેલ કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીનો મેડીકલ વીમો લીધેલ હતો.તેઓ કામ સબબ તા.૧૫-૧૦-૨૪ ના રોજ એકટીવામાં જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થતા ડાબા પગના ગોઠણમાં ઇજા થયેલ અને તેઓ ડોક્ટર આધ્યા ઔર્થોપેડીક હોસ્પિટલમાં તા.૧૨-૧૧-૨૪ અને ૧૩-૧૧-૨૪ દાખલ થયેલા અને ઓપરેશન કરાવેલ હતુ.જેનો ખર્ચ રૂા. ૧,૭૫,૪૪૮ થયેલ વીમા કંપનીમાં તમામ બીલ રજુ કરી અને માંગણી કરતાં વીમા કંપનીએ તા.૩-૧૨-૨૪ થી રેપ્યુડ લેટરથી ફરીયાદ કાઢી નાખેલ અને વીમો ના મંજુર કરેલ અને વીમો મળે નહી તેવી જાણ કરેલ તેથી દિપકભાઈને અસંતોષ થતા તેમણે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરાવ્યો હતો

નામદાર કોર્ટેએ વીમા કંપનીને કહેલ કે રેપ્યુડ લેટરથી વીમો ના મંજુર થાય નહી.ગ્રાહકે તમારી પાસેથી મેડીકલ પોલીસી લીધેલ છે અને પ્રિમીયમ પણ ભરેલ છે માટે સુપ્રિમ કોર્ટનો ચુકાદો છે કે ગ્રાહકે વીમો ભરેલ છે.રેપ્યુડ લેટરથી તમો ના પાડી શકો નહી તમારી સેવામાં ખામી છે માટે દિપકભાઈ પટેલને તેના ખર્ચના રૂ।. ૧,૭૫,૪૪૮ તા.૧૫-૩-૨૫ થી છ ટકાના ચડતા વ્યાજ સાથે ચુકવવા અને રૂા. ૫૦૦૦ ખર્ચના આપવાનો હુકમ કરવામાં આવેલ છે.એક માસમાં વીમા કંપની રકમ ન આપે તો નવ ટકા લેખે વ્યાજ આપવાનું રહેશ.ગ્રાહકે પોતાના હક માટે હંમેશા લડવું જોઈએ.ગ્રાહકને કોઈપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઈ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), મંત્રી રામભાઈ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો. ૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવા જણાવાયેલ છે




Latest News