ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ધનવંતરી આરોગ્ય રથને કલેક્ટરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું


SHARE











મોરબીમાં શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ધનવંતરી આરોગ્ય રથને કલેક્ટરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

મોરબી જિલ્લાના બાંધકામ શ્રમયોગીઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય રક્ષા માટે રાજ્ય સરકારના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડદ્વારા નવીન ધનવંતરી આરોગ્ય રથફાળવવામાં આવ્યો છે. મોરબી જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના હસ્તે આ આરોગ્ય રથનું વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ રથના માધ્યમથી જિલ્લાના વિવિધ બાંધકામ સાઇટ પર કાર્યરત શ્રમિકોને નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ અને દવાઓનો લાભ પૂરો પાડવામાં આવશે. શ્રમિકો એ રાષ્ટ્રના નિર્માણના પાયામાં છે ત્યારે તેમના સ્વાસ્થ્યને  પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં આ નવા ધનવંતરી રથ દ્વારા શ્રમિકોના કામના સ્થળે જઈને આરોગ્યની તપાસ કરવામાં આવશે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. આ નવીન સુવિધા શરૂ થવાથી મોરબી જિલ્લાના હજારો બાંધકામ શ્રમિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી પ્રાપ્ત કરવામાં મોટી મદદ મળશે. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.વી. શ્રીવાસ્ત, મોરબી જિલ્લા નિરીક્ષક મિતેશ જોષી, જિલ્લા પ્રોજેક્ટ મેનેજર હરેશભાઇ પરમાર, ધનવંતરી રથના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર જગદીશભાઈ તેમજ રથનો તબીબી સ્ટાફ અને બાંધકામ બોર્ડના જિલ્લા કચેરીના કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.






Latest News